રૂ.૬,૪૦ લાખના સાયબર ફોડના વધુ બે આરોપીના જામીન મંજૂર
રૂ.૬,૪૦ લાખના સાયબર ફોડના વધુ બે આરોપીના જામીન મંજૂર
May 05, 2026 09:41 PM
રાજકોટમાં ૨.૪૦ લાખના સાયબર ફોડમાં સંડોવાયેલા બે આરોપીની જામીન અરજી અદાલત દ્વારા મંજુર કરતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની હકીકત મુજબ ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ગાંધીનગરની કચેરી ખાતેથી રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઈમેલ આવેલ અને બેન્ક એકાઉન્ટ, એટીએમ તથા ચેકની આવેલી માહિતી આધારે તપાસ કરતાં ઈન્ડસઈન્ડ બેન્કના એકાઉન્ટધારક હિરેન પ્રવીણભાઈ સોલંકી (રહે. બેડી, રાજકોટ)ના બેન્ક એકાઉન્ટ વિરુધ્ધમાં અલગ અલગ રાજ્યમાંથી ફરિયાદો થયેલી છે. જેમાં કુલ સુ ૧.૪૦ લાખ જમા થયેલા છે તે બાબતે પોતે કાંઈ જાણતા ન હોય પોતાના મિત્ર કૈલાશ દીનેશભાઈ ઉભડી (રહે. બેડી, રાજકોટ) મારફત ખાતામાં નાણા આવેલ અને બંને જણાએ બેંકમાં જઈ ચેિક મારફત વિદ્રો કરેલ અને જે પેટે ખાતાધારકને રુ. ૩ હજાર કમિશન મળેલ હોવાનું જણાવેલું અને આરોપીઓએ આ રકમ સાયબર ફોડની હોવા છતાં વિડ્રો કરી સાયબર ફોડના નાણા સગેવગે કરેલ છે અને આર્થિક લાભ મેળવી ગુનો આચરેલ છે. જે સબબની વિગતવાર ફરિયાદ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી. તપાસના અંતે કુલ ત્રણ આરોપી સામે ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ આરોપી ભાવિન મારખીભાઈ કરંગીયા અને અબ્દુલની જાહીદભાઈ ડાંગશીયા દ્વારા પોતાના એડવોકેટ મારફત જામીન મુક્ત થવા રાજકોટ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષે કરવામાં આવેલી દલીલો અને ટંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટ દ્વારા બંને આરોપીને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ સાહિસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, નિલેશભાઈ કે. તન્ના, નીમેશ વી. જાદવ, દયા કે. છાયાણી અને પ્રશ્નાદસિંહ બી. ઝાલા રોકાયા હતા.