રાજકોટ શહેરમાં આજે મહાનગરપાલિકા દ્રારા સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. રાય સરકાર દ્રારા સમગ્ર રાયમાં સ્વાતંય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહાનગરપાલિકા દ્રારા સવારે ૯ કલાકે બહત્પમાળી ભવન ચોકથી જયુબિલી ગાર્ડન સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી તિરંગા યાત્રા યોજાઇ હતી. તિરંગા યાત્રાએ દેશભકિત, રાષ્ટ્ર્રપ્રેમ અને રાષ્ટ્ર્રીય એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો