વિખુટા પડેલા છ લોકોને પરિજનો સાથે મેળવ્યા, રેલવે સંપત્તિની ચોરી મામલે બે પકડાયા
રાજકોટ ડિવિઝનમાં ૨૮ જેટલા ઉતા પરિવારો દ્રારા મુસાફરી દરમિયાન જુદા જુદા રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં છૂટી ગયેલો કુલ રૂા. ૨,૫૯,૨૧૫ની કિંમતનો સામાન આરપીએફ સ્ટાફ દ્રારા સુરક્ષિત રીતે રિકવર કરીને સંબંધિત મુસાફરોને સોંપવામાં આવતા ભારે સરાહના થઇ રહી છે.
આ ઉપરાંત મુસાફરી દરમિયાન પરિવારજનોથી વિખુટા પડી ગયેલા એક બાળક સહિત છ વ્યકિતઓનું તેમના પરિવારજનો સાથે મિલન કરાવવામાં આરપીએફે સફળતા મેળવી હતી.
રેલવે સંપત્તિની ચોરી મામલે ૦૨ આરોપીઓ પકડાયા, રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં આરપીએફે સતર્કતા અને તત્પરતાથી કાર્યવાહી કરીને રેલવે સંપત્તિ ચોરીના ૦૧ કેસમાં ૦૨ આરોપીઓને ઝડપી લઇ જરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલ આઇજી સહ પ્રધાન મુખ્ય સુરક્ષા આયુકત અજય સદાનીના નેતૃત્વ અને રાજકોટ ડિવિઝનલ સિકયુરિટી કમિશનર કમલેશ્વર સિંહના સુપરવિઝન હેઠળ આરપીએફ દ્રારા સઘળી કામગીરી કરવામાં આવતા રેલ તંત્રની પ્રતિ ામાં વધારો થયો છે. ડીઆરએમ ગિરિરાજકુમાર મીનાએ આરપીએફના આ પ્રયાસોની સરાહના કરી હતી.
ચેઇન પુલિંગના ૨૮ કેસમાં ૧૮ આરોપીઓ પકડાયા
ઓગસ્ટ મહિનામાં રાજકોટ ડિવિઝનમાં જુદીજુદી પેસેન્જર ટ્રેનોમાં ચેઇન પુલિંગ કરીને ટ્રેનોના સંચાલનમાં વિક્ષેપ પાડવાના કુલ ૨૮ કેસ નોંધાયા અને ૧૮ આરોપીઓની અટકાયત કરવામાં આવી. આરોપીઓ સામે રેલવે એકટની જોગવાઈઓ મુજબ જરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application