BREAKING NEWS

ભાજપ શાસનમાં બંગાળ હવે ફરીથી બનશે. સોનાર બાંગ્લાઃ પ્રદેશ અગ્રણી રાજુ ધ્રુવ

  • May 05, 2026 09:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને મળેલી ઝળહળતી સફળતા બદલ પ્રદેશ ભાજપના અગ્રણી રાજુભાઈ ધ્રુવે ખુશી વ્યકત કરતા જણાવ્યું છે કે, પશ્વિમ બંગાળના રાજકીય આકાશમાં એક નવો સૂર્યોદય થયો છે. સ્વ. અટલ બિહારી વાજપેયીના શબ્દોમાં કહીએ તો અંધેરા છટ ગયા, કમલ ખીલ ગયા. બંગાળમાં માત્ર સત્તાનું હસ્તાંતરણ નથી પરંતુ વિકાસની ક્રાંતિનો શંખનાદ ફકાયો છે. ભારતીય રાજનીતિના ઇતિહાસના પાના જ્યારે પલટાશે ત્યારે ૨૦૨૬માં બંગાળમાં થયેલી મનતાની હાર અને
મોદીજીની જીતનો સમયગાળો ૨૦૧૪ના કેન્દ્ર સરકારના પરિવર્તન કરતાં પણ દેશ માટે વધુ તેજસ્વી જણાશે. વધુમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છેકે, પશ્ચિમ બંગાળમાં ભાજપની છત સાબિત કરે છે કે લોકશાહીમાં જનમત એ કોઈ પથ્થરની લકીર નવી, પણ વહેતી સરિતા છે જે ગમે તેવા અભેદ્ય કિલ્લાઓને પણ પોતાની અવિરત ધારાથી ઓગાળી શકે છે. વર્ષોથી જે ભૂમિ તુષ્ટિકરણના ધુમ્મસમાં લપેટાયેલી હતી અને જ્યાં અરાજકતાએ જ પોતાનું શાસન સ્થાપી દીધું હતું, ત્યાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહવી લઈ અસંખ્ય સંઘ-ભાજપના નામી-અનામી કાર્યકરોને
કારણે સત્ય-ન્યાયનો ઉજાસ ફેલાયો છે.રાજનીતિ જ્યારે માત્ર સત્તા મેળવવાનું સાધન બની જાય ત્યારે તે અરાજકતાને જન્મ આપે છે, પરંતુ જ્યારે તે રાષ્ટ્ર નિર્માણનું વ્રત બને ત્યારે તે બંગાળ જેવું ઐતિહાસિક પરિવર્તન લાવે છે. તુષ્ટિકરણની દીવાલો આખરે તો લોકકલ્યાણના મહાસાગર સામે વામણી સાબિત વઈ છે. હવે બંગાળમાં માત્ર વિકાસનો સૂર્યોદય નથી ગયો પણ એક એવી શાંતિનો આરંભ થયો છે જે એકતાના તાંતણે ગૂંથાયેલી છે. આ છત પાછળ વડાપ્રધાન મોદી અને સંધ-ભાજપના તમામ નાના-મોટા સભ્યો-સમર્થકોની જે ધીરજ રહી છે, તે આધુનિક રાજનીતિ માટે એક મહામૂલો પાઠ છે. સત્તા હોવા છતાં તેનો સંયમિત ઉપયોગ અને પ્રતિકૂળ સંજોગોમાં પણ રાષ્ટ્રપતિ શાસન જેવા ટૂંકા રસ્તાઓ અપનાવવાને બદલે જનતાના હ્રદ૫ સુધી પહોંચવાનો લાંબો પણ સાચો માર્ગ પસંદ કરવો એ લોકશાહી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા
દરાવિ છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના લાખો કાર્યકરીએ વર્ષો સુધી મમતા બેનરજી ના અન્યાયકારી શાસન નો જમીની સ્તરે તીવ્ર સંઘર્ષ કર્યો છે. વિરોધ પક્ષો દ્વારા વારંવાર ઉશ્કેરણી છતાં, કેન્દ્ર સરકારે ક્યારેય સત્તાનો દુરુપયોગ કર્યો નવી. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અનેક માગણીઓ ઉઠી હતી, તેમ છતાં ભાજપે લોકતાંત્રિક પ્રક્રિયામાં વિદવાસ રાખ્યો અને જનતાના મત દ્વારા જ પરિવર્તન લાવવાની રાહ જોઈ. આ ધીરજ આજે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ભવ્ય વિજયમાં પરિણમી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application