રાજકોટ શહેરના ભગવતીપરામાં રહેતા દાદી અને પૌત્રએ ફિનાઈલ ગઢગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પૌત્ર મોંઘી ચીજવસ્તુઓ લઈ આપવા માટે અવાર નવાર હેરાન પરેશાન કરતો હોવાવી કંટાળી પ્રૌઢાએ પગલું ભર્યું હતું જે બાદ યુવકે પણ ફિનાઈલ પી લીધું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરામાં સુખ સાગર સોસાયટી-૩માં રહેતા અને મહાપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હંસાબેન શામજીભાઈ વાડોદરા (ઉ.૧.૫૮)ના પ્રૌઢા અને પૌત્ર પિયુષ વિજયભાઈ વાડોદરા ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ (ઉ.૧.૧૮)એ બપોરે ચારેક વાગ્યે ફિનાઈલ પી લેતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. પ્રોઢાના કહેવા મુજબ મહાપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરું છું, પુત્ર અને પતિ હયાત નથી, દીકરાનો દીકરો વિજય અવાર નવાર આઈફોન, કાર અને મોંઘી ચીજવસ્તુઓ લઈ આપવા માટે હેરાન પરેશાન કરે છે જેનાથી કંટાળી મેં ફિનાઈલ પી લીધું હતું. મેં ફિનાઈલ પી લેતા તેને પણ એજ બોટલમાંથી ફિનાઈલ ગટગટાવી લેતા બંનેને સારવાર અપાઈ હતી. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.