BREAKING NEWS

દીવમાં ‘વર્લ્ડ સિંધિ મેળા’માં જૂનાગઢના ભાખચંદ સુખવાની ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત

  • November 24, 2026 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દીવના ઐતિહાસિક અને રમણીય ટાપુ પર પ્રથમ વખત ‘વર્લ્ડ સિંધિ મેળા – દુનિયા જે સિંધિયુન જો મેળો દરિયા તે’નું અત્યંત ભવ્ય અને યાદગાર આયોજન કરવામાં આવ્યું હતું. તા. 20 થી 23 નવેમ્બર, 2026 દરમિયાન હોટેલ ગેટવે બાય તાજ, દીવ ખાતે યોજાયેલા આ ચાર દિવસીય મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના પરિવારોએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને કાર્યક્રમની શોભા વધારી હતી. દરિયાકિનારાના શાંત અને આહલાદક માહોલમાં યોજાયેલો આ મેળો સિંધિ સંસ્કૃતિ, સમૃદ્ધ પરંપરા, સામાજિક એકતા અને ભાઈચારાનું એક અનોખું પ્રતીક બની રહ્યો હતો. આ ભવ્ય મહોત્સવની સૌથી ગૌરવશાળી ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે જૂનાગઢના અગ્રણી ભાખચંદ સુખવાની (કારુભાઈ)નું વિશેષ સન્માન કરવામાં આવ્યું. 

સિંધી સમાજ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ, વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કરેલી નિઃસ્વાર્થ સેવા અને સમાજ ઉત્થાનમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને કાર્યક્રમ દરમિયાન ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ’ એનાયત કરીને નવાજવામાં આવ્યા હતા. કારુભાઈનું આ સન્માન સમગ્ર સિંધી સમાજ માટે અત્યંત ગૌરવ અને પ્રેરણાની ક્ષણ બની રહ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.


દીવના આંગણે યોજાયેલા આ ઐતિહાસિક આયોજનને સફળ બનાવવામાં દેશ-વિદેશના અગ્રણીઓનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો હતો. ખાસ કરીને જલગાંવથી પૂર્વ વિધાન પરિષદ સભ્ય (EX-MLC) ડૉ. ગુરમુખ જગવાણી, પુણેથી શ્રી પીતાંબર (પીટર) દલવાણી તથા દુબઈથી શ્રી સતીશ ચાંદવાણીનું વિશેષ માર્ગદર્શન અને અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. આમ, દીવનો પ્રથમ વર્લ્ડ સિંધિ મેળો વિશ્વભરના સિંધીઓને એક મંચ પર જોડતો યાદગાર ઉત્સવ બની રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application