BREAKING NEWS

પ્રદૂષણ મુક્ત ભારત તરફ મોટું કદમ: દેશના ૧૦ રૂટ પર દોડશે હાઇડ્રોજન બસ અને ટ્રક; રિલાયન્સ, ટાટા અને અશોક લેલેન્ડ જેવી કંપનીઓ સરકાર સાથે મેદાનમાં!

  • June 05, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) બાદ હવે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં એક નવો ક્રાંતિકારી અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશના રસ્તાઓ પર હાઇડ્રોજનથી ચાલતી બસો અને ટ્રકોનો એક મોટો પાયલોટ પ્રોજેક્ટ (Pilot Project) શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રી નિતિન ગડકરીએ નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી છે કે, પ્રથમ તબક્કામાં ભારતના ૧૦ મહત્વપૂર્ણ રૂટ (સડકો) પર હાઇડ્રોજન સંચાલિત કોમર્શિયલ વાહનો દોડાવવામાં આવશે.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે દેશની દિગ્ગજ ખાનગી અને સરકારી


કંપનીઓ જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance), ટાટા ગ્રુપ (Tata), NTPC અને અશોક લેલેન્ડ (Ashok Leyland) સરકારની સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહી છે.


હાઇડ્રોજન બનશે ભવિષ્યનું ઇંધણ:- ઉર્જા નિકાસકાર બનશે ભારત
નિતિન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત હવે માત્ર ઉર્જા (ક્રૂડ ઓઇલ અને ગેસ) આયાત કરતો દેશ રહેવા માંગતો નથી, પરંતુ પોતાની ક્ષમતાના આધારે ઉર્જા નિકાસ (Export) કરતો દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે.


ઝડપી ઉત્પાદન:- દેશમાં ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે અને તે ભવિષ્યનું સૌથી સુરક્ષિત અને પ્રદૂષણ મુક્ત ઇંધણ સાબિત થશે.


SAF વનસ્પતિ ઇંધણ:- ભારત અત્યારે દર વર્ષે અંદાજે ૭૮,૦૦૦ ટન સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF - હવાઈ જહાજનું ઇંધણ) નું ઉત્પાદન કરી રહ્યું છે. આગામી ૨ વર્ષમાં ભારત આ ઇંધણ વિદેશોમાં નિકાસ કરવા લાગશે અને ભવિષ્યમાં ફાઇટર પ્લેન તેમજ હેલિકોપ્ટર પણ આ ગ્રીન ફ્યુઅલ પર ચલાવવાનો લક્ષ્યાંક છે.


દિલ્હી-મુંબઈ કોરિડોર પર ખુલશે ૫૦૦ ઇથેનોલ (Flex-Fuel) સ્ટેશનોઆ જ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ વાહનો માટેના વૈકલ્પિક બળતણ અંગે મોટી જાહેરાત કરી છે


પ્રથમ તબક્કો:- ફ્લેક્સ-ફ્યુઅલ (E85 ઇથેનોલ) ને મંજૂરી મળ્યા બાદ સરકાર દેશમાં ઇથેનોલ પંપ શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં દિલ્હી-NCR અને મુંબઈ-પુણે-નાગપુર કોરિડોર પર ૫૦ થી ૧૦૦ ઇથેનોલ ફ્યુઅલ સ્ટેશનો શરૂ કરાશે.


મેગા ટાર્ગેટ:- ચાલુ વર્ષના ડિસેમ્બર મહિના સુધીમાં દેશભરમાં આવા ઇથેનોલ પંપની સંખ્યા વધારીને ૫૦૦ સુધી પહોંચાડવાનો સરકારનો મક્કમ નિર્ધાર છે.
 

ઇંધણના ભાવ વધારા પર મંત્રીનો મોટો દાવોવૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય તંગદિલી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં રહ્યા છે. મંત્રી હરદીપ સિંહ પુરીએ દાવો કર્યો છે કે, વિશ્વના ૧૯૩ દેશોની સરખામણીએ ભારત એવા દેશોની યાદીમાં મોખરે છે જ્યાં ઇંધણના ભાવમાં સૌથી ઓછો વધારો ઝીંકવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News