BREAKING NEWS

કુચીયાદડ નજીક હિટ એન્ડ રન: ડમ્પરની ઠોકરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

  • November 20, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદડ નજીક રાત્રીના હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા ડમ્પરે બાઇકને ઠોકર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે એરપોર્ટ પોલીસ દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.


ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઈક સમેત યુવાન ફંગોળાયો

બનાવની મળતી વિગત મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચીયાદડ ગામ નજીક રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પુરપાટ જતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઈક સમેત યુવાન ફંગોળાયો હતો. અકસ્માત સર્જાતા પસાર થતા વાહન ચાલકો સહિતના લોકો દોડી ગયા હતા અને કોઈએ 108ને જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી ગંભીર રીતે ઘવાયેલા યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ ઇએમટી દ્વારા એરપોર્ટ પોલીસને કરવામાં આવતા પીએસઆઇ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને પંચરોજ કામ કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી પુરી કરી યુવક્ની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી સાથે અકસ્માત સર્જી નાસી જનાર અજાણ્યા ડમ્પર ચાલકની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application