BREAKING NEWS

લુડો ગેમમાં 20 હજાર હારી જતા બુટલેગર પેડલર બન્યો: રાજકોટમાં MD ડ્રગ્સ સાથે ઝડપાયો, સપ્લાયરની શોધ

  • November 23, 2026 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં માદક પદાર્થનુ વેચાણ કરનાર શખસો સામે ધોંસ બોલાવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર એસઓજીની ટીમે સોખડા ચોકડી પાસેથી એમડી ડ્રગ્સ સાથે માલીયાસણના પેડલરને ઝડપી ૧૦.૨૭ ગ્રામ મેફેડ્રોન કબ્જે કર્યું હતું. મોરબીના શખસ નરેન્દ્ર રામોલીયા પાસેથી ડ્રગ્સ લઈ આવી શહેરમાં વેંચાણ કરવાનો હોવાની કબૂલાત આપતાં પોલીસે સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયા તરફથી શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખસો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા આપેલી સુચનાથી એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.વી.જાડેજા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં. દરમિયાન હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને બાતમી મળી કે, અગાઉ દારૂ અને મારામારીના કેસમાં પકડાયેલ વિવેક દિનેશ સોનરાત નામનો શખસ એકટીવા નંબર જી.જે.૩૬.એ.એસ.૯૯૭૭ લઈને સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફના રોડ ઉપર નિકળવાનો છે અને તેના કબ્જામાં માદક પદાર્થ છે. બાતમીના આધારે ટીમે શોખડા ચોકડી નજીકથી વિવેક ઉર્ફે બારોટ દિનેશ સોનરાત (ઉ.વ.૨૫, રહે. માલીયાસણ ગામ પુજા પાર્ક વિનાયક - ૧ એપાર્ટમેન્ટ બ્લોક નં ૧૦૨ ઈગલ ફાર્મની સામે રીલાયન્સ પેટ્રોલ પંપની પાછળ રાજકોટ) ને પકડી મેફેડ્રોનનો જથ્થો ૧૦.૨૭ ગ્રામ રૂ.૩૦૮૧૦ કબ્જે કરી મોબાઈલ અને એક્ટિવ મળી કુલ રૂ.૬૫૮૧૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.


ઝડપાયેલો શખસ વિવેક બારોટનો મૂળ ધંધો દારૂનો છે, પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી થોડા સમય પહેલા જ લુડો ગેમમાં રૂ.૨૦ હજાર હારી ગયો હતો, જે રૂપિયા રિકવર કરવા માટે તેને દારૂના ધંધાને બદલે ડ્રગ્સની હેરાફેરીનું કામ શરૂ કર્યું હતું.


એમડી ડ્રગ્સનો જથ્થો નરેન્દ્ર પાચા રામોલીયા (રહે. સિરામીક સીટી વીંગ આઈ બ્લોક નં. ૬૦૪ ત્રાજપર ચોકડીની બાજુમાં મોરબી, મુળ રહે-અનિડાવાછડા ગામ, કોટડાસાંગાણી) પાસેથી વેંચાણ કરવા લાવ્યો હોવાની કબૂલાત આપતાં સપ્લાયર નરેન્દ્ર રામોલીયાની શોધખોળ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application