BREAKING NEWS

રાજકોટ મનપાએ રૂ.480 કરોડની જમીન વેંચી નાખી, તીજોરી તળિયા ઝાટક થતા કરોડો રૂપિયાની કિંમતના છ પ્લોટ વેંચવા મુક્યા

  • November 23, 2026 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા બે દાયકાથી આવકના નવા સ્ત્રોત ઉભા કરવામાં નિષ્ફળ રહેતા હવે જમીન વેચાણને આવકનું માધ્યમ બનાવી નાખ્યું છે, છેલ્લા ૧૦ વર્ષમાં રૂ.૪૮૦ કરોડની માતબર રકમની જમીનો વેંચી નાખવામાં આવી છે. દરમિયાન ચાલુ વર્ષે પણ ફરી તિજોરી તળીયા ઝાટક થઇ જતાં કરોડો રૂપિયાની કિંમતના છ પ્લોટ વેંચવા મુક્યા છે.


ગુજરાતના મહાનગરોમાં વર્ષ-૨૦૦૭માં ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ છેલ્લા ૧૯ વર્ષથી મહાપાલિકા સ્વતંત્ર આવકનો કોઇ નવો સ્ત્રોત શોધી શકી નથી જેના પગલે સંપૂર્ણપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર આધારિત થઇ ગઇ છે. છેલ્લા બે દાયકામાં મહાપાલિકા તંત્રને આવકનો એક માત્ર નવો સ્ત્રોત મળ્યો છે જે છે સેલેબલ એફએસઆઇ. અલબત્ત આવકનો આ સ્ત્રોત પણ એક માત્ર રિઅલ એસ્ટેટ સેક્ટર ઉપર આધારિત છે, જો રિઅલ એસ્ટેટમાં મંદી આવે કે માર્કેટ સ્થિર થઇ જાય તો આવકમાં ગાબડું પડે છે. જો કે આ બાબત મહાપાલિકા માટે આવકના સ્ત્રોત કરતાં બિલ્ડરો માટેની સહુલિયત વધુ છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.


દરમિયાન તાજેતરમાં જનરલ બોર્ડ મિટિંગ અંતર્ગત પૂછાયેલા પ્રશ્નમાં એવા મતલબની માહિતી માંગવામાં આવી હતી કે, વર્ષ-૨૦૧૫થી અત્યાર સુધી એટલે કે ૨૦૨૬ સુધીમાં આર.એમ.સી.ના માલીકીના કેટલા પ્લોટનું વેચાણ અથવા હરરાજી કરવામાં આવી ? તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભુતકાળમાં જે પ્લોટ વેચાણ હેતુથી વેંચેલા હોય તે સંદર્ભે રાજ્ય સરકારમાંથી સંબંધિત મંજુરીમાં માંગવામાં આવી હતી કે કેમ ? તેમજ હરરાજીથી કેટલા પ્લોટ વેચ્યા અને તેમાંથી કેટલી આવક થઈ અને આરએમસી દ્વારા ભાવ નકકી કરીને કેટલા વેચ્યા તેની માહિતી આપવી.


દરમિયાન ઉપરોક્ત પ્રશ્નનો પ્રત્યુતર આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર હિતાર્થ એમ.આર્યએ જણાવ્યું હતું કે, ૨૦૧૫થી ૨૦૨૬ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના વેંચાણ હેતુના કુલ ૧૫ અનામત પ્લોટો જાહેર હરરાજી તથા વેંચાણથી નિકાલ કરવામાં આવ્યા હતા.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની લેન્ડ ડીસ્પોઝલ પોલીસી-૨૦૦૨ અંતર્ગત કમિટી મારફત પ્લોટોનું મૂલ્યાંકન નક્કી કરી અનામત પ્લોટોની જાહેર હરરાજી તથા વેંચાણ કરવામાં આવે છે. વર્ષ-૨૦૧૫થી ૨૦૨૬ સુધીમાં થયેલ કુલ-૧૫ અનામત પ્લોટોને જાહેર હરરાજી તથા વેંચાણથી નિકાલ થતા રાજકોટ મહાનગરપાલિકાને કુલ રૂ.૪૮૦.૪૪ કરોડની આવક પૈકી આજ દિવસ સુધીમાં રૂ.૩૦૪.૭૮ કરોડની આવક થઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application