રાજકોટ જસદણના આદમજી રોડ પર આવેલ ચામુંડા જવેલર્સ પેઢીમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ચાંદીના છતર લેવાના બહાને દુકાને આવેલી મહિલા સોની વેપારીની નજર ચૂકવી એક લાખના સોનાના દાણા ભરેલી પેટી ઉઠાવી ગઇ હતી. જે અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જસદણના વીંછિયા રોડ પર આનંદધામ સોસાયટીમાં રહેતા સોની વેપારી જેન્તીભાઇ બાલુભાઇ થડેશ્વર(ઉ.વ.૬૪) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમા બે દિકરા તથા ત્રણ દિકરી છે. તેઓ જસદણના આદમજી રોડ ઉપર ચામુંડા વેલર્સ નામની ઘરેણાની દુકાન ચલાવે છે. તેઓ ત્રણેય પિતા–પુત્રો વારાફરતી દુકાનનો વહિવટ સંભાળે છે.સોની વેપારીએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૮ સપ્ટેમ્બરની સાંજે પાંચ વાગ્યે તેઓ દુકાને હતા. ત્યારે અંદાજે ૫૦ વર્ષની ઉંમરની લાલ કલરની સાડી પહેરેલ મહિલા ગ્રાહક દુકાને આવ્યા હતા અને મને ચાંદીના નાના છત્તર બતાવવા માટે કહ્યું હતું. જેથી ચાંદીના છત્તર બતાવતા મહિલા ગ્રાહકે કહ્યું હતું કે, આ છત્તરમા મને નાની નાની ઘુઘરીઓ ટાંકી આપો અને મારે સોનાના દાણા પણ ખરીદવા છે તો સોનાના દાણા બતાવો. જેથી સોનાના દાણા અમે ઉપર લાલ કલર અને સાઇડમા સફેદ કલરની એક બધં થઈ શકે તેવી પેટીમા જ રાખતા હતા એટલે તે સોનાના દાણા વાળી પેટી જેમા અંદાજે સીત્તેર જેટલા સોનાના દાણા હતા જેનો વજન અંદાજે દસ ગ્રામ જેવુ હતુ તે પેટી મહિલા ગ્રાહકને જોવા માટે આપેલ હતી. વેપારી કામમા હતા દરમિયાન મહિલા ગ્રાહકે કહ્યું હતું કે, તમે છત્તરમા ઘુઘરી ટાંકી રાખો હત્પં બજારેથી ખરીદી કરી આવુ એટલે પાછી આવીને છત્તર લેતી જઈશ તેમ કહિને મહિલા ગ્રાહક જતી રહી હતી. દરમિયાન વેપારીને સોનાના દાણાની પેટી જોવા માટે આપી હતી તે પેટી દુકાનમા બધે શોધતા સોનાના દાણાની પેટી કયાય મળી આવી ન હતી. પેટીમા રહેલ અંદાજે સિત્તેર જેટલા દસ ગ્રામ વજનના સોનાના દાણાની કિંમત એક લાખ પીયા જેવી થાય છે તે ચોરી થઇ ગયાની જાણ થઇ હતી. બાદમાં સોની વેપારીએ દુકાન બહાર નીકળી જોતા મહિલા કયાંય મળી ન હતી. જેથી આ ફરિયાદ નોંધાવી હતી