BREAKING NEWS

બુઢા અમરનાથ યાત્રીકોનો વિદાય સમારંભ યોજ્યા

  • August 19, 2026 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે બુઢા અમરનાથ યાત્રા નું વટભેર અને આત્મવિશ્વાસથી આયોજન થાય છે. તે પ્રમાણે આ વર્ષે પણ દેશભરમાંથી આશરે બે લાખ લોકો આ યાત્રામાં જઈ અને ધર્મનો લાભ મેળવશે તથા પાકિસ્તાનની સરહદ પર વસતા આપણા હિન્દુ ભાઈઓ તથા જવાનો ની હિંમત વધારશે. આ યાત્રામાં ધોરાજી માંથી 36 યાત્રાળુઓ  પ્રયાણ કરશે. તેમનો વિદાય સમારંભ તl સ્વામિનારાયણ મંદિર, કડિયાવાડ ખાતે રાખેલ હતો.આ વિદાય સમારંભ માં વિશ્વ હિન્દુ પરિષદ ગોંડલ જિલ્લા અધ્યક્ષ કનુભાઈ લાલુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું તથા સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા સહ પ્રમુખ પ્રફુલભાઈ જાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બુઢા અમરનાથ મંદિરની પૌરાણિક માહિતી આપેલા હતી આ કાર્યક્રમમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ના અનેક કાર્યકરો હાજર રહી ને તમામ યાત્રિકો ને શુભેરછા પાઠવેલ હતી તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો પૂજ્ય મોહનપ્રસાદ સ્વામી અને ભક્તિપ્રિય સ્વામીએ દરેક યાત્રિકોને રૂડા આશીર્વાદ અને યાત્રામાટે શુભેચ્છા પાઠવેલ હતી આ તકે ધોરાજીમાંથી યાત્રાનું આયોજન સંભાળતા રતિભાઈ બાલધા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ આ પૂર્વે 4 વખત આ યાત્રા કરી ચૂક્યા છે અને આ તેમની 5મી વખત યાત્રામાં જોડાણા છે તેમજ આ કાર્યક્રમમાં તમામ યાત્રિકો પણ જોડાયા હતા
આ યાત્રાનો ઉદેશ સરહદ ઉપર જઈ અને ત્યાં વસતા હિંદુ ભાઈઓ તથા સૈન્યના જવાનોને હૂંફ અને હિંમત આપી તેઓનો જુસ્સો વધારવા માટે તમામ યાત્રિકો આ યાત્રામાં જોડાણા છે
આ યાત્રામાં જનાર યાત્રિકોને અનેક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓ તરફથી શુભેરછા અને અભિનંદન આપવામાં આવેલ છે
વિદાય સમારંભ બાદ તમામ યાત્રિકો માટે સ્વામિનારાયણ મંદિર તરફથી અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application