રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં શ્રાવણ માસના પ્રારંભે ફરાળી વાનગીઓમાં વપરાશમાં લેવાતા બટેટાની બમ્પર આવક શરૂ થઇ ગઇ છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ, આજે યાર્ડમાં ૪૮૦૦ ક્વિન્ટલ બટેટાની આવક થઇ હતી જેની સામે હરાજીમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.૯૧થી ૨૯૨ સુધી રહ્યો હતો.
વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે લીલી મગફળીની આવક સતત વધી રહી છે આજે ૫૯ ક્વિન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૮૧૧થી ૧૪૩૫ સુધી રહ્યો હતો.
જ્યારે બેડી માર્કેટ યાર્ડ ખાતે શ્રાવણ માસના પ્રારંભે સિંગદાણા ની આવકમાં વધારો થયો છે, ૨૬૦ ક્વિન્ટલની આવક સામે પ્રતિ ૨૦ કિલોના રૂ.૧૬૧૫થી ૨૦૭૦ના ભાવે સોદા પડ્યા હતા.