મહેસાણામાં 3 પરિવારમાં ખુશીના તહેવારો માતમમાં ફેરવાયા, કારે બે વાહનને ઉલાળતાં ત્રણ યુવાનના મોત, બેને ઇજા,
મહેસાણામાં 3 પરિવારમાં ખુશીના તહેવારો માતમમાં ફેરવાયા, કારે બે વાહનને ઉલાળતાં ત્રણ યુવાનના મોત, બેને ઇજા,
October 24, 2025 10:51 AM
#aajkaal team
મહેસાણા જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી.. મઢાસણા ચોકડી નજીક બેફામ કાર ચાલકે બાઇક અને મોપેડને અડફેટે લીધા હતા..આ અકસ્માતમાં કુલ 3 લોકોના મોત થયા છે, અને ગંભીર રીતે ઘાયલ થયેલા 2 લોકો હાલ સારવાર હેઠળ છે.
અકસ્માતમાં કુલ 5 લોકો રોડ પર પટકાયા હતા, જેમાં વિસનગરના ગુંજા ગામના 2 અને વડનગરના ખટાસણા ગામના 1 યુવકનું મૃત્યુ થયું. મૃતકોની ઓળખ કિશન, નિલેશ અને મહેશ તરીકે થઇ છે. કિશન નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે નિલેશ અને મહેશનું સારવાર દરમ્યાન મોત થયું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો કારચાલક ફરાર થઇ ગયો. વડનગર પોલીસ મથકમાં અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે.