ધોરાજીમાં બાબા રામદેવપીરની અગિયારશની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ધોરાજીમાં બાબા રામદેવપીરની અગિયારશની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
September 16, 2026 09:53 AM
ધોરાજી: શ્રી મેઘવાળ સેવા સમાજ, ધોરાજી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ બાબા રામદેવપીરની અગિયારશની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તા. 20 સપ્ટેમ્બરથી તા. 23 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમની શરૂઆત તા. 20 સપ્ટેમ્બર, રવિવારના રોજ સવારે 8:30 કલાકે રામાપીરના મંદિરે નેજા ચઢાવવાના કાર્યક્રમથી થશે. ત્યારબાદ તા. 22 સપ્ટેમ્બર, મંગળવારના રોજ અગિયારશ નિમિત્તે સાંજે 5:15 કલાકે રામાપીરના નેજા સાથે સામૈયું તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 23 સપ્ટેમ્બર, બુધવારના રોજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રાત્રિના સમયે જ્યોત પાઠ અને સંતવાણીનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. શ્રી મેઘવાળ સેવા સમાજ, ધોરાજી દ્વારા તમામ સમાજબંધુઓ તથા ધર્મપ્રેમી લોકોને આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.