BREAKING NEWS

ધોરાજીમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી : ક્ષમાપના પર્વ નિમિત્તે વરઘોડો યોજાયો

  • September 17, 2026 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજીમાં જૈન ધર્મના પવિત્ર તહેવાર પર્વાધિરાજ પર્યુષણ પર્વની ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પર્યુષણ પર્વ અંતર્મુખ બનીને કષાયોને શાંત કરી આત્મશુદ્ધિ કરવાનો સંદેશ આપે છે. પર્યુષણના આઠ દિવસ દરમિયાન જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ઉપવાસ, એકાસણા તથા આંબિલ જેવી કઠિન તપશ્ચર્યા કરવામાં આવી હતી. IMG_4880.jpeg
સંવત્સરી પર્વ નિમિત્તે વર્ષ દરમિયાન થયેલી ભૂલો બદલ એકબીજા પાસે ક્ષમા માંગી ‘મિચ્છામિ દુક્કડમ’ પાઠવવામાં આવ્યું હતું. આ નિમિત્તે ધોરાજીમાં અઠ્ઠાઈ તપ કરનારા આરાધકોનો ભવ્ય વરઘોડો યોજાયો હતો.
શહેરના મુખ્ય જૈન દેરાસરથી પ્રારંભ થયેલો વરઘોડો વિવિધ માર્ગો પરથી ફરી સ્ટેશન રોડ સ્થિત જૈન મંદિર ખાતે સંપન્ન થયો હતો. વરઘોડામાં ધોરાજી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા અને દિવસભર ધાર્મિક આરાધના કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application