BREAKING NEWS

રાજકોટમાં ભાજપની પદયાત્રા સામે કોંગ્રેસનો હલ્લાબોલ, ગુલાબના ફૂલ સાથે કાર્યકરો પોલીસ વેન પર ચડી ગયા

  • October 27, 2026 07:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં રાજકીય પારો ઊંચકાયો હતો, સૌરાષ્ટ્રભરના ભાજપના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી ભાજપની લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો પદયાત્રા સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કર્યું હતું. કોંગ્રેસના આક્રમક વલણને જોતાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સ્થિતિને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો.

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી નેતાઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ 'ભાજપ હટાવો, દેશ બચાવો'ના જોરદાર નારા લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે તાત્કાલિક બેરિકેડિંગ કરીને કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને કોર્ડન કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં, વિરોધનું તીવ્ર રૂપ દર્શાવવા અને વિરોધ સ્વરૂપે ગુલાબ આપવા માટે કેટલાક ઉત્સાહી કાર્યકરો પોલીસ વાન પર પણ ચડી ગયા હતા, જેને કારણે વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.


આ સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસે તકેદારીના ભાગરૂપે પગલાં લીધાં હતાં. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના મુખ્ય નેતાઓ અને કાર્યકરોની સ્થળ પરથી જ અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે રાજકોટના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News