BREAKING NEWS

વીંછિયામાં પરિણીતા પર દંપતીનો ધોકા વડે હુમલો: હાથ ભાંગી નાખ્યો

  • October 28, 2026 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયામાં શિવાજીપરામાં રહેતી પરિણીતાને ઘર પાસે રહેતા દંપતીએ ધોકા વડે માર મારી હાથ ભાંગી નાખ્યો હતો. શેરીમાં પાણી ઢોળવા બાબતે દંપતીએ પરિણીતા સાથે ઝઘડો કરી બેફામ મારમાર્યો હતો. જે અંગે વીંછિયા પોલીસે પતિ- પત્ની સામે ગુનો નોંધ્યો છે.


વીંછિયાના શિવાજીપરા શેરી નં.-4 માં રહેતા ભાવેશભાઈ ઉકાભાઈ આલાણી(ઉ.વ.૪૮) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા અરવિંદ ઓળકીયા અને ભાવના ઓળકીયાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૫/૧૦/૨૦૨૬ ના રોજ તેઓ મજૂરી કામ અર્થે વીંછિયા ગામે પાણીગેટ પોલીસ ચોકી પાસે હતા. ત્યારે સવારના સાડા દશ વાગ્યે તેમને દીકરો બોલાવવા આવ્યો હતો કે, આપણા ઘરની સામે રહેતા અરવિંદભાઈ અને ભાવનાબેન મમ્મી સાથે મારકૂટ કરે છે.

જેથી આધેડ તાત્કાલિક ઘરે જતાં પત્ની શારદાબેનએ જણાવેલ કે, અરવિંદભાઈએ શેરીમા પાણી ઢોળવા બાબતે ધોકા વડે ડાબા હાથમાં માર મારેલ છે અને ભાવનાબેને મને છુટા હાથે માર મારેલ છે. જેથીપત્નીને સારવાર માટે વીંછિયા સરકારી હોસ્પીટલ ખાતે લઇ જતા ત્યા ફરજ પરના તબીબે પત્નિના ડાબા હાથે કાંડાના ભાગે ફ્રેક્ચર થયાનું જાહેર કર્યું હતું. બાદમાં આધેડે આ અંગે વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application