જમ્મુ-કાશ્મીરના દક્ષિણ ભાગમાં આવેલા કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ ફરી એકવાર નિર્દોષ અને બિન-કાશ્મીરી પરપ્રાંતીય મજૂરોને નિશાન બનાવ્યા છે. કુલગામમાં અંધાધૂંધ ગોળીબાર કરીને આતંકીઓએ બે પરપ્રાંતીય મજૂરોને ગંભીર રીતે વિંધી નાખ્યા હતા. આ કાયરતાપૂર્ણ હુમલામાં એક મજૂરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નિર્દોષ શ્રમિકો પર અંધાધૂંધ ગોળીબાર
મળતી પ્રાથમિક માહિતી અનુસાર કુલગામ વિસ્તારમાં કામ કરી રહેલા પરપ્રાંતીય મજૂરો પર અચાનક આવી પહોંચેલા સશસ્ત્ર આતંકીઓએ નજીકથી ગોળીઓ ચલાવી હતી. આતંકીઓએ બિન-કાશ્મીરી મજૂરોને લક્ષ્ય બનાવીને ટાર્ગેટ કિલીંગ કરવાનો શરમજનક પ્રયાસ કર્યો હતો.
હુમલાની ઘટના બનતાની સાથે જ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ (CRPF) ની સંયુક્ત ટીમોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોર આતંકીઓને દબોચી લેવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application