BREAKING NEWS

કોમનવેલ્થ ગેમ્સમાં પ્રીતિ પવાર અને જેસ્મિન લાંબોરિયાએ જીત્યા ગોલ્ડ મેડલઃ ભારતના ફાળે અત્યાર સુધીમાં સાત ગોલ્ડ મેડલ

  • August 01, 2026 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સાતમો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જેસ્મિન લાંબોરિયાએ વુમન્સ બોક્સિંગની 57 KG કેટેગરીની ફાઈનલમાં નોર્ધન આયર્લેન્ડની મિકાએલા વોલ્સને હરાવીને ગોલ્ડ જીત્યો.

આ પહેલાં વુમન્સ બોક્સિંગના 54 KG કેટેગરીમાં પ્રીતિ પવારે કેનેડાની સવાના ડોલમાગોને હરાવીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. આ સાથે જ ભારતના 7 ગોલ્ડ સહિત કુલ 27 મેડલ થઈ ગયા છે. ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

ભારતે મેન્સ ટ્રિપલ જમ્પમાં વધુ બે મેડલ જીતી લીધા છે. પ્રવીણ ચિત્રવેલે 16.58 મીટરના જમ્પ એટેમ્પટ સાથે સિલ્વર પોતાના નામે કર્યો. જ્યારે, ભારતના જ સેલ્વા પ્રભુએ 16.52ના બેસ્ટ એટેમ્પટ સાથે બ્રોન્ઝ જીત્યો. આ ઇવેન્ટનો ગોલ્ડ ઝામ્બિયાના જોર્ડન સ્કોટે જીત્યો. તેનો બેસ્ટ એટેમ્પટ 16.72 મીટરનો રહ્યો.

હરિયાણાના બોક્સર પ્રીતિએ 2022 એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ અને 2023 એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 2026 એશિયન ચેમ્પિયનશિપમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે 2025 વર્લ્ડ બોક્સિંગ કપ ફાઈનલમાં પણ ગોલ્ડ પોતાના નામે કર્યો. પ્રીતિની ટ્રેનિંગ NS NIS પટિયાલામાં થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application