દિવાળીએ ફટાકડા માત્ર બે કલાક ફોડી શકાશે: સરકારે જાહેરનામું પ્રસિધ્ધ કયુ
દિવાળીએ ફટાકડા માત્ર બે કલાક ફોડી શકાશે: સરકારે જાહેરનામું પ્રસિધ્ધ કયુ
October 14, 2025 03:24 PM
આગામી દિવાળીના તહેવાર દરમિયાન સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાયના ગૃહ મંત્રાલય તમામ જિલ્લ ા પોલીસવડા અને મહાનગરોના પોલીસ કમિશનરોને આદેશ કર્યેા છે કે રાયમાં ગ્રીન અને ઓછા ધુમાડો ફેલાવતા ફટાકડાનું વેચાણ કરી શકાશે આ ઉપરાંત વિદેશી ફટાકડાઓ તેમજ પ્રચડં અવાજ કરતા ફટાકડા જાહેરમાં ફોડી શકાશે નહીં. દિવાળીના તહેવાર દરમિયાન રાત્રે આઠથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. યારે ક્રિસમસ તથા ન્યુ યર માં રાત્રે ૧૧: ૫૫ થી ૧૨:૩૦ સુધી ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટ દ્રારા ૨૦૧૮ માં થયેલી પીટીસન સંદર્ભે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ભારે ઘોંઘાટ વાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી વધુ પ્રદૂષણ ઘન કચરો પેદા કરતા હોવાથી બાંધેલા ફટાકડા એટલે કે ફટાકડા ની લૂમ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે ફટાકડા નું વેચાણ કરતા લાયસન્સ ધારક વેપારીઓ દ્રારા તેનું પાલન કરવાનું રહેશે તેમજ તમામ ઇ કોમર્સ અને ઓનલાઇન થી ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જિલ્લ ા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર દ્રારા ભારતીય નાગરિકની સુરક્ષા સંહિતા ની કલમ ૧૬૨ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવાના રહેશે. અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી, ગુજરાત સરકારે દિવાળીના તહેવાર માટે ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે નવી અને કડક સૂચનાઓ બહાર પાડી છે. આ નિયમો અનુસાર, દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦) દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી સવારે ૬:૦૦ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. વધુમાં, સરકારે ચાઇનીઝ અને વિદેશી ફટાકડાની આયાત તેમજ વેચાણ પર સખત પ્રતિબધં મૂકયો છે. માત્ર સુપ્રીમ કોર્ટ દ્રારા માન્યતા પ્રા ગ્રીન અને ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરતા ફટાકડાનું જ ઉત્પાદન અને વેચાણ લાયસન્સધારક વેપારીઓ દ્રારા કરી શકાશે. ગુજરાત સરકારે નાગરિકોના જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણી માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગૃહ વિભાગે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા માટે માત્ર બે કલાકની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.આ ઉપરાંત, ક્રિસમસ અને નૂતન વર્ષ જેવા અન્ય તહેવારો માટે પણ ચોક્કસ સમયગાળો નક્કી કરાયો છે રાયના ગૃહ વિભાગ દ્રારા સ્પષ્ટ્ર કરાયુ છે કે પ્રદૂષણ ફેલાવતા અને અવાજ પ્રદૂષણ વધારતા ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબધં રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશોનું કડક પાલન કરાવવા માટે નિયમો જાહેર કરાયા છે: સુપ્રીમ કોર્ટ દ્રારા માન્યતા પ્રા ગ્રીન અને ઓછું એમિશન ઉત્પન્ન કરતા ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે. હાનિકારક ફટાકડા પર પ્રતિબંધ: ભારે ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. રાય સરકારે વિદેશી કે ચાઇનીઝ ફટાકડાની આયાત અને વેચાણ પર સખત પ્રતિબધં મૂકયો છે. બેરીયમ પર પ્રતિબંધ: ફટાકડા બનાવવા માટે બેરીયમ ના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબધં મૂકયો છે. ઓનલાઈન વેચાણ પ્રતિબંધિત: તમામ ઈ–કોમર્સ વેબસાઇટસ ને ઓનલાઇન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે.