ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું બેટ વનડે ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યું છે અને રેકોર્ડ બુકમાં નવા અધ્યાયો જોડાઈ રહ્યા છે. 4 નવેમ્બરના રોજ ન્યુઝીલેન્ડ સામે ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાયેલી વનડે શ્રેણીના પ્રથમ મુકાબલામાં કિંગ કોહલીએ 74 રનની શાનદાર ઇનિંગ રમી. કોહલીની આ ઇનિંગે વધુ એક ખાસ ઉપલબ્ધિ અપાવી.
વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડમાં પોતાની વનડે એવરેજ 49.66 થી વધારીને 51.53 કરી દીધી. આ સાથે જ કોહલી એસઈએનએ - સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં 50 કે તેથી વધુની વનડે એવરેજ રાખનાર બેટ્સમેન બની ગયા છે. કોહલીની સાઉથ આફ્રિકામાં વનડે ક્રિકેટમાં એવરેજ 76.38 છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં તેમણે 50.03 ની એવરેજથી વનડે ક્રિકેટમાં રન બનાવ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડમાં તેમની વનડે ક્રિકેટમાં એવરેજ 51.48 રહી છે. આ ચારેય દેશોમાં કોહલી કુલ 4,557 વનડે રન બનાવી ચૂક્યા છે. વિદેશી પરિસ્થિતિઓમાં આ પ્રકારનું પ્રદર્શન તેમની બેટિંગની સતતતા દશર્વિે છે.
ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી વિરાટ કોહલીનું ફોર્મ વનડે ક્રિકેટમાં વધુ નિખર્યું છે. તેમણે 16 વનડે મેચોમાં 77.07 ની એવરેજથી 1002 રન બનાવ્યા છે. આ દરમિયાન ચાર સદી અને છ અડધી સદી તેમના બેટમાંથી નીકળી છે. વળી, આ વર્ષે 10 વનડે મુકાબલામાં તે 626 રન બનાવી ચૂક્યા છે. ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ વનડે રન બનાવવાના મામલામાં પણ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ર? પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. બંનેના નામે હવે 1971 રન છે. જોકે કોહલીએ આ મુકાબલો 37 ઇનિંગ્સમાં હાંસલ કર્યો, જ્યારે પોન્ટિંગને આના માટે 50 ઇનિંગ્સ રમવી પડી હતી. આ દરમિયાન કોહલીએ સાત સદી અને 11 અડધી સદી ફટકારી છે.
વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા 13 હજાર રન પૂરા કરનાર દુનિયાના પહેલા ખેલાડી પણ બની ગયા છે. આ પોઝિશન પર તેમના નામે 254 મેચોમાં 13,062 રન છે. તેમની એવરેજ 61.61 ની છે, જ્યારે આ દરમિયાન તેમણે 48 સદી અને 70 અડધી સદી ફટકારી છે.