BREAKING NEWS

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: બેન્કોકથી આવેલી મહિલાના ‘ચોકલેટ પેકેટ્સ’ માંથી મળ્યો ₹94.8 લાખનો હાઈબ્રિડ ગાંજો

  • February 03, 2026 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ તસ્કરીના એક હાઈ-પ્રોફાઈલ કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. બેન્કોકથી પરત ફરેલી એક મહિલા મુસાફર પાસેથી અંદાજે ₹94.8 લાખની કિંમતનો 'હાઈડ્રોપોનિક ગાંજો' જપ્ત કરવામાં આવ્યો છે. ખાણી-પીણીના સામાનમાં નશીલો પદાર્થ છુપાવીને લાવતી આ મહિલા હવે જેલના સળિયા પાછળ છે.


ચોકલેટ અને ફૂડ પેકેટમાં છુપાવ્યું હતું મોતનું ઝેર
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને મુસાફરની હિલચાલ પર શંકા જતા તેને અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલાની બેગમાંથી ચોકલેટ અને ખાદ્ય પદાર્થોના અનેક પેકેટ્સ મળી આવ્યા હતા. દેખીતી રીતે સામાન્ય લાગતા આ પેકેટ્સને જ્યારે ખોલવામાં આવ્યા, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ચોકલેટ અને ફૂડના કુલ 9 પેકેટ્સમાં નશીલા પદાર્થને અત્યંત ચાલાકીપૂર્વક પેક કરવામાં આવ્યો હતો. તપાસમાં કુલ 948 ગ્રામ હાઈડ્રોપોનિક (હાઈબ્રિડ) ગાંજો મળી આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચી કિંમતે વેચાતો માદક પદાર્થ છે.


ફીલ્ડ ટેસ્ટમાં ભાંડો ફૂટ્યો

ઝડપાયેલો પદાર્થ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક સ્થળ પર જ 'ફીલ્ડ ટેસ્ટ' કીટ દ્વારા તપાસ કરી હતી. આ ટેસ્ટમાં તે પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો હોવાનું કન્ફર્મ થયું હતું. કસ્ટમ્સ વિભાગે તાત્કાલિક આશરે ₹1 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી, મહિલા મુસાફરની NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ધરપકડ કરી છે.


​​​​​​​તાર ક્યાં જોડાયેલા છે?

થાઈલેન્ડના બેન્કોકથી આટલી મોટી માત્રામાં ડ્રગ્સ લઈને આવતી આ મહિલા કોના ઈશારે કામ કરી રહી હતી? આ જથ્થો અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો? આ તમામ દિશામાં એજન્સીઓએ ઊંડી તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનું કામ હોઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News