BREAKING NEWS

અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી: મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિત ભાજપના નેતાઓ ઉમટ્યા

  • November 10, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


#teamaajkaal

વિક્રમ સંવતના નવા વર્ષના પ્રારંભે ગુજરાતમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદ સ્થિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ્થાને નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજ્યભરમાંથી આવેલા અગ્રણીઓ અને નાગરિકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

અમદાવાદમાં યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચીને શાહ પરિવારને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ વિશેષ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સાધુ-સંતો અને વરિષ્ઠ અધિકારીઓએ પણ અમિત શાહ સાથે મુલાકાત કરીને નવા વર્ષના શુભ અવસરે પરસ્પર શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. આખો દિવસ શાહના નિવાસ્થાને શુભેચ્છકોની ભારે અવરજવર રહી હતી અને સૌએ ઉત્સાહપૂર્વક પર્વની ઉજવણી કરી હતી.

બીજી બાજુ, સુરતમાં પણ નવા વર્ષના પાવન અવસરે ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપીને એકબીજાને સાલ મુબારક પાઠવ્યા હતા અને નવા વર્ષના પર્વને ઉત્સાહથી મનાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application