BREAKING NEWS

ઓડિશા-આંધ્રપ્રદેશમાં અર્નબ વાવાઝોડું ત્રાટક્યું, 150 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાયો, અનેક વિસ્તારો તહસનહસ

  • October 28, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભયાનક વાવાઝોડું અર્નબ આખરે ભારતના બે મોટા રાજ્યો ઓડિશા-આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. ગઈકાલે મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ આ વાવાઝોડું ત્રાટકતાં 150 કિ.મી.ની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારતીય હવામાન વિાભગના અહેવાલ અનુસાર અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.

ચક્રવાત અર્નબના કારણે વિશાખાપટ્ટનમના આર.કે. બીચ પર ભયાનક મોજાં અને ઝડપી પવનો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે અનકાપલ્લી, કાકીનાડા, કોનસીમા, પૂર્વ ગોદાવરી અને પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં 100 મિલીમીટરથી વધુ ભારે વરસાદ નોંધાયો છે. વિશાખાપટ્ટનમમાં સેંકડો વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો છે. અનેક ઘરોની દીવાલો અને છતોને ભારે નુકસાન પહોંચ્યું છે.

પવનની ગતિ: લૅન્ડફોલ સમયે પવનની સતત ઝડપ 125 થી 135 કિમી/કલાક રહી હતી, જે એક ઝટકામાં 150 કિમી/કલાક ની ભયાનક સપાટીએ પહોંચી ગઈ હતી. દરિયામાં 1.5 થી 2.5 મીટર સુધીની તીવ્ર તુફાની લહેરો ઉછળી રહી છે, જ્યારે ગોદાવરી નદીના મુખ પાસે 2 થી 3.5 મીટર ઉંચા મોજાં ઉછળવાની ભીતિ છે.


આંધ્ર પ્રદેશ ઉપરાંત દક્ષિણ ઓડિશાના તટીય જિલ્લાઓમાં પણ ભારે પવન સાથે ભયાનક વરસાદ ચાલુ છે.સ્થાનિક તંત્ર અને પ્રશાસન દ્વારા તટીય વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 84000 થી વધુ લોકોને સુરક્ષિત રીતે ખસેડીને રેસ્ક્યૂ શેલ્ટરમાં રાખવામાં આવ્યા છે. લૅન્ડફોલની પ્રક્રિયા 3 થી 4 કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા હોવાથી કાકીનાડા, યનમ અને નરસપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે.

16 જિલ્લાઓમાં શાળાઓ બંધ: 84000 થી વધુ લોકોનું સ્થળાંતર

ઓડિશામાં ભારે વરસાદને કારણે 16 જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી છે અને 84000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાની અસર માત્ર આંધ્ર પ્રદેશ અને ઓડિશા સુધી મર્યાદિત નહીં રહે. હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.


વાવાઝોડું અપેક્ષા કરતાં વધુ ઝડપથી ત્રાટક્યું

ભારતીય મોસમ વિભાગના તાજેતરના બુલેટિન મુજબ, અર્નબ વાવાઝોડું અપેક્ષા કરતાં વધુ ઝડપથી પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી આગળ વધીને આંધ્રના તટ પર ત્રાટક્યું હતું. લૅન્ડફોલની પ્રક્રિયા 28 ઓક્ટોબર 2026ની વહેલી સવારે આશરે 01:20 વાગ્યે બાપટલાથી વિશાખાપટ્ટનમ વચ્ચે સ્થિત યનમ દક્ષિણે કાકીનાડા નજીક શરૂ થઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application