સિક્વલ અંગે સલમાન ખાને આપ્યું મોટું અપડેટલમાન ખાને પોતાની લોકપ્રિય ફિલ્મ ‘દબંગ’ની ચોથી કડી બનવાની પુષ્ટિ કરી છે. જોકે, ‘બજરંગી ભાઈજાન’ની બીજી કડીની રાહ જોઈ રહેલા ચાહકોને નિરાશા મળી શકે છે. સલમાને સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મની બીજી કડી બનાવવી ભાવનાત્મક રીતે શક્ય લાગતી નથી. બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન લાંબા સમય બાદ મોટા પડદા પર ફિલ્મ ‘માતૃભૂમિ’ સાથે વાપસી કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને લઈને અભિનેતા ચચર્મિાં છે.
આ દરમિયાન તેમણે ‘દબંગ-4’ બનશે તેવી પુષ્ટિ કરી હતી. બીજી તરફ ‘બજરંગી ભાઈજાન-2’ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે ચાહકોની આશા પર પાણી ફેરવ્યું હતું. સલમાન ખાનને પૂછવામાં આવ્યું હતું કે તેમને પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ પાસેથી શું અપેક્ષાઓ છે? આ સવાલના જવાબમાં તેમણે રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, અમે આ ફિલ્મ એ ઇરાદાથી તો બનાવી નથી કે તે રજૂ થાય અને નિષ્ફળ જાય. મને એવું લાગતું નથી. અમારો ઇરાદો તો માત્ર એટલો જ છે કે આ ફિલ્મ રજૂ થાય,
લોકો સિનેમાઘરોમાં જઈને તેને જુએ અને તેમને ફિલ્મ પસંદ આવે. સલમાને પોતાની ફિલ્મની વાતર્નિી સરખામણી ‘બજરંગી ભાઈજાન’ સાથે પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમે જે રીતે બજરંગી ભાઈજાન જોઈ હતી, આ ફિલ્મ પણ કંઈક એવી જ છે. સરહદ પર બનેલી એક ઘટના અને તેના કારણે બંને દેશના પરિવારો પર પડેલી અસર પર આ ફિલ્મ આધારિત છે.
સલમાન ખાનને તેમની લોકપ્રિય ફિલ્મો ‘બજરંગી ભાઈજાન’, ‘કિક’ અને ‘ટાઇગર’ની બીજી કડી અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. શું આ ફિલ્મોની બીજી કડી બનાવવાની કોઈ યોજના છે? તેના જવાબમાં સલમાને કહ્યું હતું કે, કંઈક અલગ કરીશું, કંઈક નવું કરીશું. ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું કે જો તેઓ આ ફિલ્મોની બીજી કડી નહીં બનાવે તો શું ચાહકો નિરાશ નહીં થાય? આ સવાલના જવાબમાં સલમાને સ્પષ્ટ કર્યું હતું કે ‘દબંગ’ની ચોથી કડી ચોક્કસ બનશે.