BREAKING NEWS

‘કિંગ’ના રસ્તે ચાલશે સંજય લીલા ભણસાલી, ‘લવ એન્ડ વોર’ના ટ્રેલર પહેલાં ગીત રિલીઝ કરશે

  • November 23, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2027ની સૌથી મોટી રોમેન્ટિક ડ્રામા ફિલ્મોમાંની એક ’લવ એન્ડ વોર’ને લઈને દર્શકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની આ ફિલ્મના ત્રણ ટીઝર પોસ્ટર સામે આવ્યા બાદ હવે મેકર્સ ફિલ્મના સંગીતને આગામી મોટા સરપ્રાઇઝ તરીકે રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.અહેવાલ અનુસાર, ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલી ટ્રેલર પહેલાં ફિલ્મનું એક ગીત રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. 



તેમણે અગાઉ પણ પોતાની ફિલ્મો ’બાજીરાવ મસ્તાની’ અને વેબ સિરીઝ ’હીરામંડી’ માટે આ જ વ્યૂહરચના અપનાવી હતી. પ્રમોશન દરમિયાન સૌથી પહેલાં સંગીત રજૂ કરવાથી દર્શકો ફિલ્મની વાતર્િ અને પાત્રો વિશે કંઈ જાણે તે પહેલાં જ તેના ગીત સાથે જોડાઈ જાય છે. ફિલ્મ નિમર્તિા સંજય લીલા ભણસાલીને સંગીતની સારી સમજ છે અને આ પહેલીવાર નથી જ્યારે તેઓ કોઈ ફિલ્મની શઆત ગીતથી કરવા જઈ રહ્યા હોય. ’

બાજીરાવ મસ્તાની’ માટે સપ્ટેમ્બર 2015માં પુણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની હાજરીમાં ફિલ્મનું પહેલું ગીત ’ગજાનના’ લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે ફિલ્મનું ટ્રેલર 20 નવેમ્બરે રિલીઝ થયું હતું. ત્યારબાદ થોડા જ સમયમાં ફિલ્મનું બીજું ગીત ’દીવાની મસ્તાની’ પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ભણસાલીએ પોતાની વેબ સિરીઝ ’હીરામંડી: ધ ડાયમંડ બજાર’ માટે પણ આ જ ફોમ્ર્યુલા અપનાવી હતી. નેટફ્લિક્સની આ સિરીઝનું પહેલું ગીત ’સકલ બન’ 9 માર્ચ, 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application