રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ પકડવા શરૂ કરાયેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પનીર, શુધ્ધ ઘી અને આઇસક્રીમના સેમ્પલ લઈને ફૂડ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા જેનું પરીક્ષણ કરતા તમામમાં માનવ આરોગ્યને માટે હાનિકારક અને અનેકવિધ રોગો નોતરે તેવા પદાર્થોની ભેળસેળ હોવાનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો હતો.
શ્રી અમૃત ડેરીફાર્મ એન્ડ આઇસ્ક્રીમ, બજરંગવાડી ચોક, પ્લોટ નં. ૫૭/એ, ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નં.૧, જામનગર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર(લુઝ)ના નમૂનાની લેબોરેટરી તપાસ બાદ તેના પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું તેમજ ફોરેન ફેટની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર કરાયો છે.
જય ધારેશ્વર ડેરીફાર્મ, ગ્રીનપાર્ક, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પનીર (લુઝ)ના નમૂનાની લેબોરેટરી તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર કરાયો છે.
જલારામ ઘી ડેપો, વિનાયક નગર, ઉદય નગર-૧, અક્ષર પ્લાસ્ટિકની સામે, મવડી મેઇન રોડ, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ નમિત ગાયનું શુધ્ધ ઘી ૫૦૦ ગ્રામ જાર પેકિંગના નમૂનાની લેબોરેટરી તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર કરાયો છે.
કનૈયા ડેરીફાર્મ, દિનદયાળ ઇન્ડ. એરિયા-૧, શેરી નં.૩, આજીડેમ ચોકડી પાસે, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ શુદ્ધ ઘી લૂઝના નમૂનાની લેબોરેટરી તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ અને તલના તેલની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર કરાયો હતો.
બાલાજી કોઠી આઇસ્ક્રીમ, વ્રજ અક્ષર શોપ નં.૩, વસંત વાટિકા સામે, અંબિકા ટાઉનશિપ, મવડી, રાજકોટ. મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ શ્રધ્ધા કોઠી મેંગો આઇસ્ક્રીમના ૪.૬ કિલો પેકિંગના નમૂનાની લેબોરેટરી તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડસ અને મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું આવેલ હોવાથી નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર કરાયો છે.
ઉપરોક્ત પાંચેય ધંધાર્થીઓને ત્યાંથી લેવાયેલ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટમાં ફેઇલ જતાં તેમજ તેમાં માનવ આરોગ્યને હાનિકારક તત્વો મળતા પાંચેય સામે એજયુડિકેશન કેસની કાર્યવાહી કરવામાં આવશે તેમ સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું.