BREAKING NEWS

કોલકાતાની હોટલમાં દિલ્હીના અગ્નિ કાંડ જેવી આગ: નવ બાંગ્લાદેશીઓના મોત

  • August 19, 2026 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. સેન્ટ્રલ કોલકાતાના મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર એક હોટલમાં ભીષણ આગ લાગવાથી એક બાળક સહિત નવ લોકોના મોત થયા છે. હોટલની બાજુમાં આવેલા ફાયર સ્ટેશન પાસે આગ લાગી હતી. આટલી નજીક હોવા છતાં, ઘણા લોકોના શ્વાસ ંધાવાથી મૃત્યુ થયા હતા. મૃતકોમાં બાંગ્લાદેશી નાગરિકોનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લગભગ ૨ વાગ્યાની આસપાસ લાગી હતી. બધં મમાં આગ લાગ્યા બાદ આખી હોટલ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. ઘણા લોકો સૂતા હતા ત્યારે બેભાન થઈ ગયા હતા અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફાયર વિભાગે એક નિવેદન જારી કરીને પુષ્ટ્રિ કરી હતી કે મૃતકો બાંગ્લાદેશી નાગરિકો હતા જેઓ તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોલકાતાના મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ પર એક હોટલમાં રાત્રે ૨ વાગ્યાની આસપાસ આગ લાગવાથી નવ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પીડિતો બાંગ્લાદેશી નાગરિકો હતા જેઓ અહીં સારવાર માટે આવ્યા હતા.
આ ઘટનાએ દિલ્હીના માલવિયા નગરમાં લાગેલી આગની ભયાનક યાદો તાજી કરી દીધી છે. ગયા જૂનમાં, માલવિયા નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૨૧ લોકો મૃત્યુ પામ્યા હતા, અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તે ઇમારતમાં રહેતા મોટાભાગના વિદેશી નાગરિકો તેમના સંબંધીઓની તબીબી સારવાર માટે ભારત આવ્યા હતા; તે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં આફ્રિકન મૂળના ઘણા લોકોનો પણ સમાવેશ થતો હતો.
કોલકાતાની આ કણાંતિકા પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં બનેલી આગની ઘટનાના માત્ર બે જ દિવસ બાદ સામે આવી છે. તારાપીઠ અિકાંડ ૧૭ ઓગસ્ટના રોજ સર્જાયો હતો. તારાપીઠ મંદિર નજીક પવિત્ર કુંડ પાસે આવેલી પાંચ માળની 'હોટેલ બિદેશિની' ના ગ્રાઉન્ડ લોર પર વહેલી સવારે ૪:૩૦ વાગ્યે આગ લાગી હતી. જેમાં ૮ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાયમાં માત્ર ૪૮ કલાકની અંદર બે મોટી હોટેલોમાં અિકાંડ સર્જાતાં હોટેલોમાં ફાયર સેટી અને ઈલેકિટ્રકલ મેન્ટેનન્સના નિયમો પર ગંભીર સવાલો ઊભા થયા છે.
મોડી રાત્રે ભભૂકી આગ અને ધુમાડાના ગોટેગોટા સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગયા
ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓ મુજબ, હોટલમાં આ આગ મંગળવારે મોડી રાત્રે આશરે ૨ વાગ્યાની આસપાસ લાગી હતી. આગ લાગતાં જ નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. રાત્રે બે ૨:૦૦ વાગ્યે યારે મોટાભાગના લોકો ગાઢ ઐંઘમાં હતા ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ જતાં અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ ૪ ફાયર ટેન્ડર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application