માણાવદરના મીતડી રોડ પર ગંદકીનું સામ્રાજય: પાલિકા તંત્રની બેદરકારી
માણાવદરના મીતડી રોડ પર ગંદકીનું સામ્રાજય: પાલિકા તંત્રની બેદરકારી
June 30, 2026 05:57 AM
માણાવદરના મીતડી રોડ પર ગંદકીનું સામ્રાય: પાલિકા તંત્રની બેદરકારી
માણાવદરના મીતડી રોડ વિસ્તારમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આ વિસ્તારમાં છેલ્લ ા ઘણા સમયથી સફાઈ કામગીરી બિલકુલ ઠપ થઈ ગઈ હોવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર પોકળ આશ્વાસનો જ મળતા હોવાથી લોકોમાં વ્યાપક આક્રોશ જોવા મળી રહ્યો છે. મીતડી રોડ પર આવેલા પુલ પાસે ફરસાણની દુકાન ધરાવતા વેપારી દયાળજીભાઈ સાગાણીએ ભારે હૈયે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેમની દુકાનની આસપાસ ભારે ગંદકી અને કચરાનું સામ્રાય ફેલાયેલું છે. અહીં લાંબા સમયથી કોઈ સફાઈ કામદાર ડોકાયું પણ નથી. તેના પરથી રખડતા કૂતરા અને ભૂંડના ત્રાસને લીધે આ ગંદકી વધુ વકરી રહી છે. અતિશય ગંદકી અને અસહ્ય દુગધને કારણે ગ્રાહકો દુકાન જોઈને જ કંઈપણ ખરીધા વગર પાછા જતા રહે છે, જેને લીધે તેમનો રોજગાર બિલકુલ ચોપટ થઈ ગયો છે. તેમણે ખૂબ જ નિરાશા સાથે હાથ જોડીને તંત્રને આ ગંદકીનો વહેલી તકે કાયમી નિકાલ કરવા અપીલ કરી છે.હાલમાં જ કાપવામાં આવેલા ઝાડી–ઝાંખરા અને કચરો ત્યાં જ રસ્તા પર પડો હોવાથી આગામી ચોમાસામાં ગટરો સંપૂર્ણ ચોક–અપ થઈ જવાની પૂરેપૂરી શકયતા છે. જો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો પાણી લોકોના ઘરોમાં ભરાઈ જશે અને રોગચાળો ફાટી નીકળશે તેવો ભય સ્થાનિકો સેવી રહ્યા છે. આ ગંભીર બાબતે નગરપાલિકા અને ચીફ ઓફિસરને વારંવાર લેખિત–મૌખિક રજૂઆતો કરવા છતાં તત્રં માત્ર ખોટા આશ્વાસનો આપીને હાથ અધ્ધર કરી લે છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થશે તો તેની તમામ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે.