BREAKING NEWS

રાજકોટમાં નવરાત્રીમાં રોગચાળો વકર્યો: ડેંગ્યૂ, મેલેરિયા, ટાઇફોઇડ, કમળો સહિતના 1788 કેસ

  • October 19, 2026 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવરાત્રિના તહેવારોની પૂર્ણાહુતિ વેળાએ રાજકોટ શહેરમાં ઋતુજન્ય, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થયું છે, મહાપાલિકાએ આજે જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ મુજબ શહેરમાં મેલેરિયાના બે, ડેન્ગ્યુના ત્રણ, શરદી ઉધરસના ૯૪૦, તાવના ૮૩૦, ટાઈફોઈડના બે અને કમળાનો એક કેસ સહિત કુલ ૧૭૮૮ કેસ નોંધાયા છે. વાયરલ ઇન્ફેકશનના કેસોનું પ્રમાણ ખુબ વધ્યું છે.

મચ્છરના ઉપદ્રવની વ્યાપક ફરિયાદો મળતા ફિલ્ડવર્કરો દ્વારા ૬૪૦ ઘરોમાં ફોગીંગ કામગીરી કરાઇ હતી, આ ઉપરાંત ડેંગ્યૂ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૩૪૧ પ્રીમાઇસીસ બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વિગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી,જેમાં મચ્છર ઉત્પતિ જોવા મળતાં રહેણાંકમાં ૩૧૪ અને કોર્મશીયલમાં ૬૫ આસામીને નોટીસ ફટકારવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application