ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને લઈને શનિવારે ધનતેરસના દિવસે છેલ્લી જણસીની આવક અને હરાજી થયા બાદ રવિવારે કાળી ચૌદશથી તમામ જણસીની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ જાહેરાતના થાય ત્યાં સુધી બંધ રહેશે.
માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે આગામી દિવાળીના તહેવારો આવતા હોય જેને પગલે આઠ દિવસ એટલે કે તારીખ 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી દિવાળી વેકેશન રહેશે.
દિવાળીના તહેવાર દરમિયાન આ દિવસોમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં હરાજી અને યાર્ડ બંધ રહેશે.
તા.19/10/2025- રવિવારે કાળી ચૌદશથી સવારથી તમામ જણસીની આવક બંધ રહેશે.
તા. 20/10/2025- સોમવારે દિવાળીના દિવસે હરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 21/10/2025- મંગળવાર (ધોકો)ના દિવસે હરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 22/10/2025- બુધવાર બેસતા વર્ષના દિવસે જણસીની આવક, હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 23/10/2025- ગુરુવારે ભાઈબીજના દિવસે જણસીની આવક, હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 24/10/2025- શુક્રવારે ત્રીજના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 25/10/2025- શનિવારે ચોથના દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 26/10/2025ને રવિવારે લાભપાંચમના દિવસે યાર્ડનું તમામ કામકાજ અને હરાજી બંધ રહેશે.
લાભ પાંચમના દિવસે રવિવાર હોય તમામ જણસીઓનું સારા મુહૂર્તમાં વેપારીઓ દ્વારા હરાજીના સોદા કરી તા. 27ને સોમવારથી રાબેતા મુજબ વિવિધ જણસીઓની આવક શરૂ કરાશે.