BREAKING NEWS

ડોકટરો અને હોસ્પિટલો ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં જ રહેશે: સુપ્રીમ

  • September 16, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે ડોકટરો અને હોસ્પિટલોને ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં લાવતા પોતાના ૩૧ વર્ષ જૂના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ્ર કયુ છે કે ડોકટરો અને હોસ્પિટલો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ જ દર્દીઓ પ્રત્યે જવાબદાર રહેશે.આ બાબતે દાખલ કરવામાં આવેલી સુધારાત્મક (કયોરેટિવ) અરજીને સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠ દ્રારા ફગાવી દેવામાં આવી છે. આ અરજી મેડિકો લીગલ સોસાયટી ઓફ ઇન્ડિયાના ડો. રાજીવ ડી. જોશી તરફથી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં વર્ષ ૧૯૯૫ના એતિહાસિક નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જેમાં ચિકિત્સા સેવાઓને ઉપભોકતા સુરક્ષા કાયદા (સીપીએ)ના દાયરામાં લાવવામાં આવી હતી.આ અરજી પર સુનાવણી કરનાર પાંચ જજોની પીઠમાં જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બીવી નાગરત્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથન સામેલ હતા. સુપ્રીમ કોર્ટનો ૧૯૯૫નો ઐતિહાસિક નિર્ણય 'ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બનામ વીપી શાંતા' કેસમાં આવ્યો હતો, જેમાં દર્દીને ગ્રાહક ગણીને તબીબી સેવાઓમાં ખામી હોવા પર ડોકટર અને હોસ્પિટલ વિદ્ધ ગ્રાહક અદાલતમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.અરજીમાં વકીલોને મળેલી છૂટનો હવાલો આપીને પુનર્વિચારનો આગ્રહ કરાયો હતો, પરંતુ પીઠે સ્પષ્ટ્ર કયુ કે વકીલો સાથે જોડાયેલો પૂર્વ નિર્ણય ખાસ કરીને કાનૂની વ્યવસાય સાથે સંબંધિત હતો અને વકીલોને બહાર રાખવાનો અર્થ એ નથી કે ચિકિત્સા વ્યવસાય પર લાગુ કાયદાના મામલાને ફરી ખોલવાની જર છે.આ ફેસલાનો અર્થ એ છે કે સામાન્ય દર્દીઓ ચિકિત્સા સેવાઓમાં ખામીના મામલામાં ગ્રાહક આયોગમાં જઈ શકશે. જોકે, ડોકટરો માટે તેનો અર્થ એ પણ નથી કે સારવારનું દરેક પરિણામ ઉપભોકતા કાયદાઓ પ્રત્યે જવાબદારી પેદા કરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application