BREAKING NEWS

ભૂકંપ પહેલાં અવકાશમાં ધરતી મોકલે છે સિગ્નલ: ઉપગ્રહે પકડી ચુંબકીય હલચલ

  • August 17, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂકંપ ક્યારે, ક્યાં અને કેટલી તીવ્રતાથી આવશે તેની અગાઉથી ચોક્કસ આગાહી કરવી હજી સુધી વિજ્ઞાન માટે અશક્ય રહી છે. જોકે એક નવા અભ્યાસમાં એવા સંકેતો મળ્યા છે કે મોટા ભૂકંપ પહેલાં ધરતીની અંદર વધતા દબાણને કારણે વાતાવરણના ઉપરના સ્તરમાં ચુંબકીય હલચલ વધી શકે છે. યુરોપિયન સ્પેસ એજન્સીના ‘સ્વાર્મ’ ઉપગ્રહોએ ભૂકંપ આવ્યાના કેટલાક મહિના પહેલાં આ પ્રકારની ચુંબકીય વિસંગતિઓ નોંધાવી હતી.ઈરાની ઉચ્ચપ્રદેશમાં આવેલા છ મોટા ભૂકંપોના અભ્યાસમાં આ રસપ્રદ પરિણામ સામે આવ્યું છે. આ ભૂકંપની તીવ્રતા 6.0થી 7.3 વચ્ચે રહી હતી. વૈજ્ઞાનિકોએ પ્રાદેશિક ભૂકંપીય પ્રવૃત્તિના આંકડાની તુલના સ્વાર્મ અભિયાનના ત્રણ ઉપગ્રહોએ એકત્ર કરેલા ચુંબકીય ક્ષેત્રના આંકડા સાથે કરી હતી. ઉપગ્રહોએ ભૂકંપના ભાવિ કેન્દ્રથી લગભગ 300 કિલોમીટરના વિસ્તારમાં થયેલા ચુંબકીય ફેરફારો નોંધ્યા હતા.અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ ‘બી-મૂલ્ય’ તરીકે ઓળખાતા માપદંડનું વિશ્લેષણ કર્યું હતું. કોઈ વિસ્તારમાં આવતા નાના અને મોટા ભૂકંપોના પ્રમાણ પરથી આ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. બી-મૂલ્ય ઘટે તેનો સામાન્ય અર્થ એવો થાય છે કે ધરતીની અંદરના ખડકો પર દબાણ વધી રહ્યું છે. અભ્યાસ હેઠળના અનેક કિસ્સામાં બી-મૂલ્ય ઘટવાની સાથે આયનમંડળમાં ચુંબકીય વિસંગતિઓ વધતી જોવા મળી હતી. ભૂકંપીય અવ્યવસ્થાનું પ્રમાણ દર્શાવતી ‘એન્ટ્રોપી’માં પણ વધારો નોંધાયો હતો.પશ્ચિમ ઈરાનમાં 18 ઓગસ્ટ, 2014ના રોજ આવેલા 6.2ની તીવ્રતાના મુર્મુરી ભૂકંપ પહેલાં આ પેટર્ન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. ભૂકંપના લગભગ 105થી 20 દિવસ પહેલાં બી-મૂલ્યમાં ઘટાડો થયો હતો. આ જ સમયગાળામાં સ્વાર્મના ત્રણેય ઉપગ્રહોએ ચુંબકીય વિસંગતિઓમાં વધારો નોંધ્યો હતો. એક ઉપગ્રહે ભૂકંપના લગભગ 64 દિવસ પહેલાં એક જ દિવસમાં પાંચ ચુંબકીય વિસંગતિઓ શોધી હતી.ઈરાનના કરમાન પ્રાંતમાં પહેલી ડિસેમ્બર, 2017ના રોજ આવેલા 6.2ની તીવ્રતાના હોજેદક ભૂકંપમાં આ સંબંધ વધુ સ્પષ્ટ રહ્યો હતો. ભૂકંપના 200થી 100 દિવસ પહેલાં બી-મૂલ્ય ઝડપથી ઘટ્યું હતું અને આ સમયગાળા દરમિયાન ત્રણેય ઉપગ્રહોએ ચુંબકીય હલચલમાં નોંધપાત્ર વધારો નોંધ્યો હતો. તેનો અર્થ એ થયો કે ભૂકંપના ત્રણથી છ મહિના પહેલાં જ ધરતીની અંદર દબાણ વધવા સાથે ઉપરના આયનમંડળમાં ફેરફાર શરૂ થઈ ગયા હતા.વૈજ્ઞાનિકોના મતે ખડકો પર દબાણ વધે ત્યારે તેમાં અતિસૂક્ષ્મ તિરાડો પડી શકે છે. આ તિરાડોના કારણે ખડકોના વિદ્યુત અને ચુંબકીય ગુણધર્મો બદલાય છે. ભૂગર્ભમાં રહેલા પ્રવાહી અને વાયુઓ પણ બહાર નીકળવા લાગે છે. તેના કારણે જમીનની વિદ્યુતક્ષમતા અને વાતાવરણની વિદ્યુતવાહકતામાં ફેરફાર થઈ શકે છે. આ અસર વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીથી સેંક



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application