રાજકોટના ત્રંબામાં રહેતા વૃધ્ધએ રાત્રીના ઘરે હતા ત્યારે ઓઇલ પી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વૃધ્ધએ બીમારીથી કંટાળી પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.
બનાવી પ્રાપ્ત વિગત મુજબ ત્રંબામાં રહેતા હીરાભાઈ ખીમાભાઈ ખોરાણી (ઉ.વ.95)ના વૃધ્ધ રાત્રીના નવેક વાગ્યે ઘરે હતા ત્યારે ઘરમાં રાખવામાં આવેલું ઓઇલ પી જતા ઉલ્ટી ઉબકા કરવા લાગતા તાકીદે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. વૃધ્ધને સંતાનમાં બે દીકરા ત્રણ દીકરી છે. પોતાને બીમારી હોય જેનાથી કંટાળી પગલું ભર્યાનું લાગી રહ્યું છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.