BREAKING NEWS

સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે રૂા. ૧૭ કરોડ લીલા નાળિયેરનું દેશભરમાં વેચાણ

  • September 02, 2026 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર સાગરકાઠા વિસ્તારમાં ૪૫.૬૧ લાખ હેકટરમાં ખેતીવાડી થાય છે.એમાંથી ૨૮૦૦૦ હેકટર જમીનમાં નાળિયેરીનું વાવેતર થાય છે. આ જમીનમાંથી એકલા ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો બન્નેનો મળીને કુલ હિસ્સો ૧૭૫૦૦ હેક્ટર થવા જાય છે. એક હેકટર જમીનમાં કુલ ૧૭૭ નાળિયેરી વાવેતરનો સમાવેશ થાય છે. જેમાં આશરે સરેરાશ ૧૩૦૦૦ નાળિયેરનું ઉત્પાદનઆવે છે આ રોકડિયા પાકને હાલ સરકારે નાળિયેરીની બીટી જાતને વેગ આપવા માટે સારા પ્રોત્સાહન આપવાનું ચાલુ કરતા જુનાગઢ જિલ્લામાં દર વર્ષે ૧૩૮થી ૨૦૦ હેક્ટર વાવેતરનો વધારો થતો જાય છે.આવો જ વધારો ગીર સોમનાથ જિલ્લામાં જ થાય છે. .છે. એકલા જુનાગઢ જિલ્લામાં દર વર્ષે સાત કરોડ નાળિયેર વેચાય છે. સોથી મોટો હિસ્સો ગીર સોમનાથ જિલ્લાનો છે. સમગ્ર સૌરાષ્ટ્રનો વેચાણ હિસ્સો અંદાજે ૧૭ કરોડ નાળિયેરનો છે.
જૂનાગઢ જિલ્લામાં નાળિયેરીનું વાવેતર ૬૭૭૦ હેકટરથી વધુ છે. જયારે ગીર સોમનાથ જિલ્લામાં હાલ ૧૧૦૦૦ હેકટર જમીનમાં નાળિયેરીના વાવેતર થયા છે. એમાં એકલા વેરાવળ પંથકમાં જ ૬૫૦૦ હેકટર જમીનમાં વાવેતર છે. બાગાયતવિભાગ ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે એક હજાર હેકટરમાં વાવેતર વધારવા સક્રિય છે. ગુજરાતમાં દર વર્ષે અંદાજે ૨૬ કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે. એમાંથી એકલા ગીર સોમનાથ, સોરઠમાં ૧૭.૪૨ કરોડ નાળિયેર રાજય અને આંતરરાજયમાં જાય છે. જેમાં જૂનાગઢ, જિલ્લામાં ૬.૯૭ કરોડ ઉત્પાદન થાય
છે. ખેતીવાડી અધિકારી વિશાલ હદવાણીના જણાવ્યા મુજબ ખેડૂતોમ લોટણ, દેશી, ટીડી, હાઈબ્રિડ ડીટી ફોસનોબા, બોના જેવી નાળિયેરીના પણ વાવતેર થાય છે.કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ અને ખેતીવાડી વિભાગ ખેડૂતોને ઈન્સેટિવ આપે છે.સોરઠના બે જિલ્લાઓ ઉપરાંત ભાવનગર જિલ્લાના મહુવા અને દરિયાઈ વિસ્તારો, વલસાડ, કચ્છ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવતેર થાય છે. સરકારે નાળિયેરના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે વાવેતર ઈન્સેટિવ્સ આપવાનું પણ ચાલુ કર્યું છે. અગાઉ એક હેકટરે રૂા. ૧૧૭૦૦ નું પ્રોત્સાહન મળતું હતું. હવે રાજ્યસરકારે ચાર હેકટર સુધી આવુ પ્રોત્સાહન આપવાનું ચાલુ કર્યું છે . એમાં પ્રતિ હેકટર રૂા. ૩૭૫૦૦ લેખે કુલ મળીને રૂા. ૧.૫૦ લાખ અપાય છે. જયારે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ બે હેકટર સુધીની મર્યાદામાં પ્રતિ હેકટર ૫૬ હજાર લેખે રૂા. ૧.૧૨ હજાર અપાય છે. જો કે ખેડૂત બેમાંથી એક જ વળતર પસંદ કરી શકે રી શકે છે. આ યોજના બીટી નાળિયેરી માટે છે.ચોરવાડ, કુકસવાડા, માંગરોળ, મહુવા જૂનાગઢ, ગડુથી આંતરરાજ્ય વેપાર સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં ભલે વેચાણ વ્યવસ્થા અલગ ન હોય પણ ખેડૂતોએ સ્વતંત્ર વેચાણ વ્યવસ્થા ઉભી કરી લીધી છે. માંગરોળમાં વાડીઓમાંથી જ સીધું વૈચાણ થાય છે અને ટ્રકો ભરાઈને છેક મુંબઈ સુધી પહોંચી જાય છે. તો ચોરવાડ પાસેના કુકસવાડા તથા ગડુમા લીલા નાળિયેરોનો મોટો કારોબાર થાય છે. અન્યા રાજ્યોને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જતો હોવાથી સાઉથના લીલા નાળિયેર ખરીદવા પોષાતા નથી.આથી સૌરાષ્ટ્રના લીલા નાળિયેરના વાર્ષિક વેચાણનો આંકડો કરોડોએ આંબી જાય છે. એમાં યે ગડુથી ચોરવાડ જતાં કાણેક સુધી એ પછી ચોરવાડથી માંગરોળ જતા અને કેશોદ તરફથી માંગરોળ જતા વખતે માનખેત્રાથી માંગરોળ સુધીના વિસ્તારમાં કોઈ જાય તો એને દ.ભારતમાં પહોંચી ગયાનો અહેસાસ થાય છે આવી જ રીતે માધવપુરથી પોરબંદરના પટ્ટામાં પણ અનેક જગ્યાએ મનમોહક નાળિયેરીઓ મન મોહી લે છે. જુનાગઢ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં નાળિયેરની નીકાસ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application