પુત્રીએ પ્રેમ સંબંધ પૂરો કરી નાખતા પિતા પર પૂર્વ પ્રેમીનો છરીથી હુમલો, લીલીયાના ક્રાકચ ગામે રાત્રે બનાવ
પુત્રીએ પ્રેમ સંબંધ પૂરો કરી નાખતા પિતા પર પૂર્વ પ્રેમીનો છરીથી હુમલો, લીલીયાના ક્રાકચ ગામે રાત્રે બનાવ
October 12, 2026 11:36 AM
લીલીયાના ક્રાંકચ ગામે ગામમાં રહેતા શખસે ઘરમાં ઘુસી વૃધ્ધ ઉપર છરીથી હુમલો કરતા વૃધ્ધાને હાથમાં છરીના ઘા લાગી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને 23 જેટલા ટાંકા આવ્યા હતા. હુમલો કરનાર શખસને વૃધ્ધની પુત્રી સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જે સબંધ પૂરો કરી નાખતા તેનો ખાર રાખી રાત્રીના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો અને જતા જતા માતા-પુત્રીને મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ક્રાંકચ ગામે રહેતા અંબાબેન નાનજીભાઈ પરમાર (ઉ.વ.70)ના વૃધ્ધા રાત્રીના ઘરે હતા ત્યારે ગામમાં રહેતો જયંતિ ઉર્ફે ઘુઘો ઝાલાવડીયા ઘરમાં અચાનક ઘુસી આવી વૃધ્ધાને પાછળથી ધક્કો મારી પછાડી દીધા હતા અને નેફામાંથી છરી કાઢી પેટમાં મારવા જતા વૃધ્ધાને બંને હાથથી છરી પકડી લીધી હતી અને શખ્સને ધક્કો મારી બહાર નીકળી ગયા હતા અને દેકારો કરવા લાગતા પડોશીઓ દોડી આવ્યા હતા. દરમિયાન જયંતિ જતા જતા ધમકી આપી હતી કે આજે થી તું બચી ગઈ છો, પણ તને અને તારી દીકરી જશુને જીવતી નહીં રહેવા દઉં કહી ભાગી છૂટ્યો હતો. વૃધ્ધાને હાથમાં લોહી નીકળતું હોય તાકીદે 108 મારફતે પ્રથમ લીલીયા અને ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાથમાં 23 જેટલા ટાકા આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા લીલીયા પોલીસે હોસ્પિટલ પહોંચી વૃધ્ધાની ફરિયાદના આધારે જયંતી ઉર્ફે ઘુઘો ગોકુળભાઇ ઝાલાવાડીયા (રહે.ક્રાંકચ તા.લીલીયા) સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.