BREAKING NEWS

શાપર પાસે મહિલાને ઠોકરે લઇ એક્ટિવા ફંગોળાયું: કારખાનેદાર ચાલકનું મોત

  • October 19, 2026 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાપર નજીક મહિલા એક્ટિવાની ઠોકરે ચડી જતા એક્ટિવા ફંગોળાયું હતું. જેના ચાલક કારખાનેદાર યુવકને ગંભીર ઇજા થતા સારવારમાં મોત નીપજ્યું હતું. શાપરમાં કારખાનું ધરાવતા યુવક રેલનગરમાં ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.


પ્રાપ્ત વિગત મુજબ રેલનગર ઉત્‍સવ સ્‍ટાર રેસીડેન્‍સીમાં રહેતા મોહિત દિલીપભાઇ વાસાણી (ઉ.વ.૨૭)નો યુવાન તા.૧૦ના સાંજે પોતાનું એક્‍ટીવા હંકારી શાપરથી રાજકોટ ઘરે આવવા નીકળ્‍યો હતો ત્યારે શાપર પાટીયા નજીક પૂલ પાસે પહોંચતા અચાનક મહિલા આડે આવી જતાં તે ઠોકરે ચડી ગયા બાદ મોહિત એક્‍ટીવા સહિત રોડ પર ફંગોળાઈ જતા ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રીના સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા શાપર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મોહિત માતા-પિતાના એકના એક પુત્ર હતો અને લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. પોતે શાપરમાં કારખાનુ ચલાવતો હતાં. આધાર સ્‍તંભ પુત્રના મૃત્‍યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application