ફિલ્મજગતનો સૌથી પ્રતિષ્ઠિત 70મો ફિલ્મફેર એવોર્ડ ગઈકાલે અમદાવાદના એકા ક્લબ ખાતે યોજાયો હતો. શાહરુખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની જોડીએ એવોર્ડ હોસ્ટ કરીને રાતને યાદગાર બનાવી હતી. ગુજરાત માટે સૌથી ખાસ ક્ષણ હતી કારણ કે સતત બીજા વર્ષે ઘર આંગણે ફિલ્મફેરનું આયોજન થયું હતું. ફિલ્મફેર એવોર્ડ પછી કિંગખાને અમદાવાદ ગાંડુ કર્યું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે ચાહકોએ કિંગખાનની કાર ફરતે ફરી વળ્યા હતા. બાદમાં શાહરૂખ ખાને ફેન્સને ખુશ કરવા માટે પોતાની કારમાંથી બહાર નીકળી લોકોનું પોતાના અંદાજમાં એભિવાદન ઝીલ્યું હતું.
શાહરૂખ ખાનની આ ક્ષણને ફેન્સે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. શાહરૂખ ખાને મોટી સંખ્યામાં ફેન્સને જોતા પોતાની ગાડી રોકાવી દીધી હતી. બાદમાં પોતાની કારના દરવાજા પર ઉભા રહી ફેન્સને બે હાથ જોડી નમસ્કાર કર્યા હતા. શાહરૂખ ખાને પોતાના ફેન્સને થમ્બ દેખાડી, સલામ અદા કરી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ દૃશ્યો અમદાવાદીઓ માટે ખાસ યાદગાર બની રહ્યા હતા.
શાહરુખ ખાને 17 વર્ષ પછી સેરેમની હોસ્ટ કરી
ફિલ્મફેર વધુ સ્પેશિયલ એટલા માટે બન્યો કારણ કે 17 વર્ષ પછી આ સેરેમની શાહરુખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. કિંગ ખાને 'જવાન'ના BGM (બેકગ્રાઉન્ડ મ્યૂઝિક) પર એકદમ ધમાકેદાર એન્ટ્રી કરી હતી જે જોઈ ફેન્સ પાગલ થઈ ગયા હતા. તેમણે નમસ્કારથી બોલવાની શરૂઆત કરી અને અમદાવાદીઓનો ઈવેન્ટને ખાસ બનાવવા માટે આભાર માન્યો.
ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના વિજેતાઓની સંપૂર્ણ યાદી
બેસ્ટ ફિલ્મ- લાપત્તા લેડીઝ
બેસ્ટ દિગ્દર્શક- કિરણ રાવ (લાપત્તા લેડીઝ)
બેસ્ટ ફિલ્મ ક્રિટીક્સ - શૂજિત સરકાર (આઈ વોન્ટ ટુ ટોક)
બેસ્ટ એક્ટર ઈન લિડિંગ રોલ (મેલ) - અભિષેક બચ્ચન (આઈ વોન્ટ ટુ ટોક), કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન)
બેસ્ટ એક્ટર ક્રિટીક્સ - રાજકુમાર રાવ (શ્રીકાંત)
બેસ્ટ એક્ટ્રેસ ઈન લિડિંગ રોલ (ફિમેલ) - આલિયા ભટ્ટ (જીગરા)
બેસ્ટ એક્ટ્રેસ ક્રિટીક્સ - પ્રતિભા રંતા (લાપત્તા લેડીઝ)
બેસ્ટ એક્ટર ઈન અ સપોર્ટિંગ રોલ (મેલ) - રવિ કિશન (લાપત્તા લેડીઝ)
બેસ્ટ એક્ટ્રેસ ઈન અ સોપર્ટિંગ રોલ (ફિમેલ) - છાયા કદમ (લાપત્તા લેડીઝ)
બેસ્ટ પ્લેબેક સિંગર મેલ- અરિજિત સિંહ (લાપત્તા લેડીઝ)
બેસ્ટ સોંગ - પ્રશાંત પાંડે (સજની, લાપત્તા લેડીઝ)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ- રામ સંપથ (લાપત્તા લેડીઝ)
બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ- મધુવંતી બાગચી (આજ કી રાત, સ્ત્રી 2)
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ્સ- ઝીનત અમન, શ્યામ બેનેગલ
સિને આઇકોન્સ- દિલીપ કુમાર, નૂતન, મીના કુમારી, કાજોલ, શ્રીદેવી, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રમેશ સિપ્પી (શોલે), બિમલ રોય, શાહરૂખ ખાન, કરણ જોહર
બેસ્ટ ડેબ્યુ મેલ- લક્ષ્ય લાલવાણી (કિલ)
બેસ્ટ ડેબ્યુ ફીમેલ- નિતાંશી ગોયલ (લાપત્તા લેડીઝ)
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર- કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ), આદિત્ય સુહાસ જાંભલે (આર્ટિકલ 370)
બેસ્ટ સિનેમેટોગ્રાફી- રફી મેહમૂદ (કિલ)
બેસ્ટ સ્ટોરી- આદિત્ય ધર, મોનલ ઠક્કર (આર્ટિકલ 370)
બેસ્ટ સ્ક્રિનપ્લે- સ્નેહા દેસાઈ (લાપત્તા લેડીઝ)
બેસ્ટ કોસ્ચ્યુમ- દર્શન જાલન (લાપત્તા લેડીઝ)
બેસ્ટ કોરિયોગ્રાફી- બોસ્કો સીઝર (તૌબા તૌબા, બેડ ન્યૂઝ)
બેસ્ટ VFX - રીડિફાઈન (મુંજ્યા)
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર- રામ સંપથ (લાપત્તા લેડીઝ)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - સુભાષ સાહો (કિલ)
બેસ્ટ એક્શન- સીંગ ઓહ, પરવેઝ શેખ (કિલ)
બેસ્ટ એડિટિંગ- શિવકુમાર વી. પાનેકર (કિલ)
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે- રિતેશ શાહ, તુષાર શીતલ જૈન (આઈ વોન્ટ ટુ ટોક)
બેસ્ટ ડાયલોગ- સ્નેહા દેસાઈ (લાપત્તા લેડીઝ)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - મયુર શર્મા (કિલ)