રોજ બેરોજની ભાગદોડ વચ્ચે કેટલીક બાબતે થાકેલા વ્યક્તિઓને જિંદગીમાં કોઈ રસ્તો ન મળે ત્યારે ન મળે ત્યારે થાકીને આત્મહત્યાને અંતિમ માર્ગ અપનાવી લેવામાં આવે છે. ત્યારે જામનગરના યુવકે રાજકોટની બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટેલ પર્લમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવક રાજકોટ પાસપોર્ટના કામ માટે ત્રણેક દિવસથી આવ્યો હતો. જિંદગીથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ગુલાબનગરમાં રહેતો રવિ બાવનજીભાઈ સાકરીયા (ઉ.વ.25)એ રાત્રીના એકાદ વાગ્યે રાજકોટ બસ પોર્ટ પાછળ આવેલી હોટેલ ધ પર્લમાં હતો ત્યારે રૂમમાં ઝેરી દવા પી લીધી હતી. યુવક અર્ધ બેભાન હાલતમાં જોવા મળતા હોટેલ સ્ટાફે મેનેજરને જાણ કરતા તાકીદે 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ.ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
યુવક બે ભાઈ બે બહેનમાં નાનો અને અપરણિત છે, પોતે બ્લિન્કીટમાં ડિલિવરી મેન તરીકે કામ કરે છે. ત્રણેક દિવસ પહેલા પાસપોર્ટના કામ માટે રાજકોટ આવ્યા બાદ અહીં હોટેલમાં રોકાયો હતો અને રાત્રીના દવા પી લીધી હતી. વધુ તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application