કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી માદા ચિત્તા 'નિરવા' ગુમ,રેડિયો કોલર સિગ્નલ પણ ન મળતા ચિંતા
કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી માદા ચિત્તા 'નિરવા' ગુમ,રેડિયો કોલર સિગ્નલ પણ ન મળતા ચિંતા
August 25, 2026 10:44 AM
મધ્યપ્રદેશના પ્રખ્યાત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ફરી એક ચિંતાજનક સમાચારથી વન્યજીવ સુરક્ષાની સ્થિતિ અંગે વિચારવું પડે તેવી નોબત આવી છે. માદા ચિત્તા 'નિરવા' એક અઠવાડિયાથી વધુ સમયથી ઉદ્યાનમાંથી ગુમ છે. આ ઘટનાએ વન વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે અને વહીવટી બેદરકારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વડા પ્રધાન કાર્યાલય , મુખ્યમંત્રી, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સીધી ફરિયાદ મોકલવામાં આવી છે.આખો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે વન્યજીવન નિષ્ણાત અને આરટીઆઈ કાર્યકર્તા અજય દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા જાહેરમાં નીરવાના ગુમ થવાનો ખુલાસો કર્યો. તેમણે કુનો ફિલ્ડ ડિરેક્ટર પર વન્યજીવન પર નજર રાખવાને બદલે સોશિયલ મીડિયા પર નાગરિકો અને કાર્યકરોને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો. અહેવાલો અનુસાર, નીરવા બે બચ્ચાની માતા છે, અને તેના ગળામાં રેડિયો કોલર લાંબા સમયથી ખરાબ હતો, જેના કારણે વિભાગ માટે તેનું ચોક્કસ સ્થાન શોધવાનું અશક્ય બન્યું હતું.