પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. પાકિસ્તાન ઇન્સ્િટટૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (પીઆઈએમએસ)ની ગાયનેકોલોજી વોર્ડની નર્સરીમાં ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા ૧૫ નવજાત શિશુનાં મોત થયા છે. આ ઘટનામાં માત્ર એક બાળકને જીવિત બચાવી શકાયું હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, આગ લાગી ત્યારે નર્સરીમાં કુલ ૧૬ નવજાત શિશુઓ હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બચાવકર્મીઓ માત્ર એક જ શિશુને બચાવી શકયા હતા. રેસ્કયુ ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શ કરી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, નર્સરીમાં એર કન્ડિશનરના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આગના ચોક્કસ કારણ અંગે સત્તાવાર તપાસ હજુ બાકી છે. કેટલાક અહેવાલોમાં એર કન્ડિશનિંગ સિસ્ટમમાં ખામીને પણ આગનું સંભવિત કારણ ગણાવવામાં આવ્યું છે. આગ લાગ્યા બાદ નર્સરીમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. રેસ્કયુ ટીમોએ હોસ્પિટલની ઇમારતમાં પહોંચીને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યેા હતો. અહેવાલ મુજબ, માત્ર એક નવજાત શિશુને જ જીવિત બહાર કાઢી શકાયું હતું. ફાયર બ્રિગેડ અને બચાવકર્મીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારમાં કૂલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી આગ ફરી ન ફાટી નીકળે અને સ્થળને સુરક્ષિત બનાવી શકાય. આ ઘટનાએ હોસ્પિટલની ફાયર સેટી અને ઇમરજન્સી વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને નવજાત બાળકોની નર્સરી જેવી અત્યતં સંવેદનશીલ જગ્યાએ આગ સામેની તૈયારીઓ અને સલામતી વ્યવસ્થાની અસરકારકતા અંગે હવે તપાસ થવાની શકયતા છે. હાલ આ દુર્ઘટનાને લઈને સમગ્ર પાકિસ્તાનમાં શોકનો માહોલ છે. ૧૫ નવજાત બાળકોના મોતથી અનેક પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડો છે. અધિકારીઓ દ્રારા ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આગ કેવી રીતે લાગી તથા બચાવ કામગીરી દરમિયાન શું બન્યું તેની વિગતો પણ સામે આવવાની રાહ જોવાઈ રહી છે.