BREAKING NEWS

સુરતમાં આજે વરસાદ કહેર બની ત્રાટક્યોઃ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા, વીજળી પડતા 1, કરંટ લાગતા 3 અને ડૂબી જતા 2નાં મોત

  • July 07, 2026 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આકાશી આફત બનેલો વરસાદ આજે સુરતમાં કહેર બની ત્રાટક્યો છે. અતિભારે વરસાદથી સ્માર્ટ સિટી સુરત અત્યારે પાણી-પાણી થઈ ગયું છે. શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે સુરતમાં વરસાદને કારણે પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં વીજળી પડતા 1, કરંટ લાગતા 3 અને ડૂબી જતા 2નાં મોત થયા છે. 


શહેરમાં આફત નોતરનારા વરસાદથી 24 કલાકમાં 7 લોકોના મોત થયા છે. જેમાં 6 જુલાઈએ બે અને 7 જુલાઈએ કુલ પાંચ લોકોના મોત થયા છે. જેમાં કરંટ લાગવાથી 4 લોકોના જ્યારે ડૂબવાથી બે બાળકીના અને એક પરણિતાનું વીજળી પડવાથી મોત થયું છે.

સુરતમાં વરસાદથી ૨૪ કલાકમાં ૭ના મોત

૬ જુલાઈ - ૨ મોત

રાંદેર: કરંટ લાગવાથી આઝમ અને પાડોશી સલમાનનું મોત


૭ જુલાઈ - ૫ મોત

કતારગામ: ધાબા પર નહાતી નવવધૂ પર વીજળી પડતાં મોત

પાંડેસરા: સંકટમોચન હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી રામ સુરેશ પાંડેનું કરંટ લાગવાથી મોત

માનદરવાજા: લોખંડની રેલિંગમાં કરંટ લાગવાથી ૬ વર્ષીય અલીનાનું મોત

પાલી: ૮ વર્ષીય ક્રિષ્ણા અને ૮ વર્ષીય શ્રેયાનું ડૂબી જવાથી મોત





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application