જૂનાગઢ સ્થિત કોમી એકતાના અમર પ્રતીક સમાન પવિત્ર સ્થળ ઉપલા દાતાર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉત્સાહ અને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. સમુદ્ર સપાટીથી આશરે ૩૨૦૦ ફૂટની આસમાની ઊંચાઈ પર આવેલા ગિરનાર પર્વતના શિખરે કુદરતી સૌંદર્ય અને દેશપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
આ ઐતિહાસિક અને પવિત્ર અવસરે ઉપલા દાતાર જગ્યાના મહંત ભીમ બાપુના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગિરનાર સ્પોર્ટ્સ એકેડમીના કોચ સાગર કટારીયા, એકેડમીના રમતવીર વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ભાવિક સેવકો પર્વતની ટોચ પર ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન દરમિયાન ઝરમર વરસતા વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. ૩૨૦૦ ફૂટની ઊંચાઈએ એકત્રિત થયેલા સૌ કોઈએ ‘ભારત માતાકી જય’ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારા લગાવ્યા હતા, જેનાથી ગિરનારની કંદરાઓ ગુંજી ઉઠી હતી. આ કાર્યક્રમે કોમી એકતા અને રાષ્ટ્રપ્રેમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application