ભાવનગરના કાળુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. આ કોમ્પલેક્ષમાં મોટાભાગની હોસ્પિટલો આવેલી છે. આગની શરૂઆત કોમ્પલેક્ષના પાર્કિંગ વિસ્તારમાં થઈ હતી, જે બાદમાં ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ તથા બચાવ કામગીરી શરૂ કરી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સુરક્ષિત રીતે અન્ય હોસ્પિટલોમાં ખસેડવા માટે 25 થી 30 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. બહારથી હોસ્પિટલોના કાચ તોડી બાળકો અને વૃદ્ધ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઘટનાને લઈ અફરાતફરી મચી ગઈ.
ફાયરબ્રિગેડને કોલ મળતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યૂ કરાયું હતું. કાળુભા રોડ પર સમીપ કોમ્પલેક્સમાં સવારે આગ લાગતા ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી હતી. બાળકોનું રેસ્કયૂ કરાયું હતું. કોઈ જાનહાનિ થઈ નથી. પાર્કિંગમાં આગ લાગ્યાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ કોમ્પલેક્સને ખાલી કરાવાયું છે.
5 ફાયર ફાઇટર દોડી આવ્યા હતા
ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર 19-20 માણસનું રેસ્કયૂ કરાયું છે. કાળુભા રોડ પર સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં મોટેભાગે હોસ્પિટલો છે. કોમ્પ્લેક્સના બ્રેઝમેન્ટમાં આગ લાગી હતી અને પછી આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી હતી. 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા..