રાજકોટ મનપાની ફૂડ બ્રાન્ચ દ્વારા દશેરા પૂર્વે આજે કૈલાસ, ધારેશ્વર અને બજરંગ સહિતની ફરસાણ અને મીઠાઈની કુલ ૩૯ પેઢીમાં ચેકીંગ કરી કુલ ૩૬ કિલો વાસી જથ્થાનો નાશ કરાયો હતો તેમજ ફાફડા, જલેબી તેમજ અન્ય મીઠાઈના ૪૪ સેમ્પલ લેવાયા હતા.
નીચે મુજબની પેઢીઓમાં ચેકીંગ કરાયાનું જાહેર કર્યું
૧.શ્યામ ફરસાણ એન્ડ સ્વીટમાર્ટ: શોપ નંબર -૮તિરૂપતિ નગર -૨ કોર્નર, રૈયા રોડને નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ.
૨.શ્રી સીતારામ ડેરી: શ્રી હરીનગર-બી, પ્લોટનં.૪૯, મોરબી રોડ, રાધિકા પાર્ક પાસે, રાજકોટ ખાતેથી બટર બાસ્કેટ (મીઠાઇ-લૂઝ), ગુલાબ પિસ્તા સેન્ડવિચ બરફી(મીઠાઇ-લૂઝ)ના નમૂના લેવામાં આવેલ. તેમજ નવ કિલો વાસી, પડતર મીઠાઇ અને ચાર કિલો એક્સપાયરી ડેટ વીતેલ ચેરી/કરોન્ડા મળી કુલ ૧૩ કિલો જથ્થાનો નાશ કરવામાં આવેલ. તેમજ રૂ.એક હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
૩.ભગવતી ફરસાણ એન્ડ સ્વીટમાર્ટ: ભગવતીપરા મેઇન રોડ, પોલીસ ચોકી પાસે, ત્રિમૂર્તિ ચોક, રાજકોટ ખાતેથી મરચું પાવડર, જલેબીના નમૂના લેવામાં આવેલ. તેમજ છાપેલ પસ્તીના ઉપયોગ અંગે રૂ.૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
૪.શ્રી શક્તિરાજ સ્વીટ એન્ડ નમકીન: લક્ષ્મીવાડી -૧૪ કોર્નર, લક્ષ્મીવાડી મેઇન રોડ, રાજકોટ ખાતેથી ફાફડા ગાંઠીયા,મીઠા સાટાના નમૂના લેવામાં આવેલ.
૫.કૈલાશ ફરસાણ માર્ટ: ૧૨ -સરદાર નગર, આશિષ કોમ્પલેક્ષ, સરદારનગર મેન રોડ, રાજકોટ ખાતેથી ફાફડા ગાંઠીયા,જલેબીના નમૂના લેવામાં આવેલ.
૬.શ્રી પંચનાથ નમકીન સેન્ટર: સદર બજાર મેઇન રોડ, વિનોદ બેકરી સામે, રાજકોટ ખાતેથી ફાફડા ગાંઠીયા, જલેબીના નમૂના લેવામાં આવેલ.
૭.બજરંગ ફરસાણ: માલાણી કોમ્પલેક્ષ, કોટેચા નગર મેઇન રોડ, કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ સામેથી ફાફડા ગાંઠીયા, જલેબીના નમૂના લેવામાં આવેલ.
૮.જલિયાણ ફરસાણ: ગાયત્રીનગર મેઇન રોડ ખાતેથી ફાફડા ગાંઠીયા અને જલેબીના નમૂના લેવામાં આવેલ.
૯.રામદેવ ડેરીફાર્મ: પુનિત નગર, શેરી નં.૩નો ખૂણો ખાતેથી કેસર સેન્ડવીચ(મીઠાઇ-લૂઝ)નો નમૂના લેવામાં આવેલ.
૧૦. બાલાજી ફરસાણ: હનુમાનમઢી ચોક, રૈયા રોડ ખાતેથી રોઝ મિલ્ક (મીઠાઇ-લૂઝ), બ્લૂ બેરી(મીઠાઇ-લૂઝ)ના નમૂના લેવામાં આવેલ.
૧૧. ધારેશ્વર ફરસાણ: ભક્તિનગર સર્કલ ખાતેથી ફાફડા ગાંઠીયા, જલેબીના નમૂના લેવામાં આવેલ.
૧૨. ધારેશ્વર ડેરીફાર્મ: ભક્તિનગર સર્કલ ખાતેથી સંગમ કતરી (મીઠાઈ લુઝ)નું સેમ્પલ લીધેલ
૧૩. માટેલ સ્વીટ્સ એન્ડ નમકીન: નાના મવા ચોક, મારવાડી ની સામેથી કાજુકતરી, એકઝોટિકા (મીઠાઇ-લૂઝ)ના નમૂના લેવામાં આવેલ.
૧૪. અરિહંત સ્વીટમાર્ટ: સુભાષનગર મેઇન રોડ, કુમાર કોલ્ડ્રીક્સની સામેથી ઘારીના નમૂના લેવામાં આવેલ.
૧૫. યોગેશ્વર ડેરીફાર્મ: કોઠારીયા રોડ, નંદાહોલ પાસે, રાજકોટ. જેલી બરફીના નમૂના લેવામાં આવેલ.
૧૬. વૃંદાવન ડેરીફાર્મ: મીલપરા મેઇન રોડ કોર્નર, ભક્તિનગર ખાતેથી ગુલાબ પાક
૧૭. ખોડીયાર વિજય ડેરીફાર્મ: રૈયા રોડ, અંડર બ્રિજ ઉપર, ચુડાસમા પ્લોટ ખાતેથી મીઠા સાટા, કાજુ કતરી (મીઠાઈ લુઝ)ના નમૂના લેવામાં આવેલ.
૧૮. ભગવતી સ્વીટ્સ એન્ડ નમકીન: રૈયા રોડ, સદગુરુતિર્થધામ રોડ ખાતેથી મીઠા સાટા, ફાફડા ગાંઠિયાના નમૂના લેવામાં આવેલ.
૧૯. શ્રી ક્રુષ્ણ ડેરી:ક્રુષ્ણનાગર મેઇન રોડ ખાતેથી એકઝોટિકા અને બોન બોન મીઠાઈના નમૂના લેવામાં આવેલ.
૨૦. પ્રણામી ફરસાણ: રૈયા રોડ, સદગુરુ તીર્થધામ સામે ખાતેથી ફાફડા ગાંઠિયા (લૂઝ) અને જલેબી (લૂઝ)ના નમૂના લેવામાં આવેલ.
૨૧. મુરલીધર ફરસાણ: રૈયા રોડ, હનુમાન મઢી ચોક, રાજકોટ ખાતેથી ફાફડા ગાંઠિયા અને જલેબી ના નમૂના લેવામાં આવેલ.
૨૨. રિબેલ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ રેસ્ટોરન્ટ: ક્રિસ્ટલ મોલ પાસે, રાણી ટાવર સામે, કાલાવડ રોડ પેઢીને નોટિસ આપેલ.
ફૂડ ટ્રકમાં ૨૩ કિલો વાસી મોમોસ, મંચુરિયન મળ્યા
મોમોનીસ ફૂડ ટ્રક ઉદગમ સ્કૂલ પાસે, પુનિત નગર, ૮૦ ફુટ રોડ, મવડીને નોટિસ આપેલ તેમજ વાસી, પડતર પેક કરેલ ફ્રોજન મોમોસ તથા મનચુરીયન પેસ્ટ ૨૦ કિલો તથા દાજયું તેલ ત્રણ કિલો મળી કુલ ૨૩ કિલો વાસી જથ્થાનો સ્થળ પર નાશ કરાયો હતો.
ક્રિસ્ટલ મોલની ડિમાર્ટમાંથી લીચી જ્યુસનું સેમ્પલ લેવાયું
એવન્યુ સુપરમાર્ટસ લિ.(ડી-માર્ટ): શોપ નંબર એલબી-૧, ક્રિસ્ટલ મોલ, રાણી ટાવર સામે, કાલાવાડ રોડ ખાતેથી બ્રાન્ડેડ લીચી જ્યુસનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.
આંગણવાડીમાં રસોડામાંથી તેલ મસાલાના ૭ સેમ્પલ લીધા
આંગણવાડીમાં બાળકોને પીરસાતું ભોજન જ્યાં બને છે તે કિચન પારસ એગ્રો એજન્સી, ભગવતીપરા મેઇન રોડ, મ્યુનિ. સ્કૂલ નં.૧૬ની સામે, રાજકોટ ખાતેથી સત્વ સિંગતેલ, શીરો, વઘારેલા ચણા, મિક્સ વેજીટેબલ સબ્જી, થેપલા,ગોળ,કલ્યાણ બ્રાન્ડ રાય, કલ્યાણ બ્રાન્ડ જીરૂ સહિતના સેમ્પલ લેવાયા હતા.