BREAKING NEWS

શ્રાવણ મહિનામાં લોકોની શ્રદ્ધા સાથે ચેડાંઃ રાજકોટમાં પેટીસમાંથી મકાઈનો લોટ મળ્યો, રેસ્ટોરન્ટમાં બધો જ વાસી ખોરાક

  • September 01, 2026 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૪ પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત બાવન કિલો અખાદ્ય-વાસી જથ્થોનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ ત્રણ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.૩૫૦૦નો દંડ વસૂલવામાં આવેલ તેમજ ૧૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં નીચે મુજબની દુકાનોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

૧. લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, શિવ દ્રષ્ટી -૧, શોપ નં.૧, શાસ્ત્રીનગર સામે, નાના મવા મેઇન રોડ પેઢીને હાઈજિનીક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસૂલ. તીખા ગાઠીયા (લુઝ)નું સેમ્પલ લેવાયું.

૨. હર ભોલે ફરસાણ: યોગેશ્વર સોસાયટી કોર્નર, એરપોર્ટ રોડ પેઢીમાંથી પાપડીનો નમૂનો લેવાયો

૩. જલારામ ફરસાણ, સદગુરુ વિહાર, એરપોર્ટ રોડ પેઢીમાંથી નાયલોન સેવનો નમૂનો લેવામાં આવેલ.

૪. મુરલીધર ફરસાણ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ પેઢીમાંથી સેવનો નમૂનો લેવામાં આવેલ.

૫.પારસ ફરસાણ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ સ્થિત પેઢીમાંથી પાપડીનો નમૂનો લેવામાં આવેલ.

૬. શ્યામ સિંગ એન્ડ નમકીન,હનુમાન મઢી ચોક, રૈયા રોડ પેઢીમાંથી શક્કરપારાનો નમૂનો લેવામાં આવેલ.

૭.જલારામ ફરસાણ માર્ટ, તિરુપતિ નગર કોર્નર, રૈયા રોડ સ્થિત પેઢીમાંથી તીખા ગાઠીયાનો નમૂનો લેવામાં આવેલ.

૮.શ્રીનાથજી ફરસાણ, સાધુ વાસવાણી શાકમાર્કેટ સામેની પેઢીમાંથી ગુલાબ પુરીનો નમૂનો લેવામાં આવેલ.

૯. બહુચરાજી સ્વીટ : નમકીન, શિવ શક્તિ કોલોની, પુષ્કરધામ રોડ સ્થિત પેઢીમાંથી મેથી વાળા ગાંઠીયા અને સેવ ગુંદીના નમૂના લેવામાં આવેલ.

૧૦.ચામુંડા ફરસાણ: શિવશક્તિ કોલોની, યુનિવર્સિટી રોડ, રાજકોટ પેઢીમાંથી તીખા ગાંઠિયાનો નમૂનો લેવામાં આવેલ.

૧૧.હરભોલે ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, પુષ્કરધામ મેઇન રોડ પેઢીમાંથી તીખી પાપડીનો નમૂનો લેવામાં આવેલ.

૧૨.જલિયાણ ફરસાણ: લક્ષ્મીનગર પીજીવીસીએલની સામે, નાના મવા રોડ સ્થિત પેઢીમાંથી ભાવનગરી ગાંઠિયા અને ખારા સકરપારાના નમૂના લેવામાં આવેલ.

૧૩.શ્રીરામ ફરસાણ, લક્ષ્મી નગર, પીજીવીસીએલ પાસે, નાના મવા રોડ સ્થિત પેઢીમાંથી નાયલોન સેવ અને ચંપાકલી ગાંઠીયાના નમૂના લેવામાં આવેલ.


જૈન સ્વિટ્સમાં ફરાળી પેટીસમાં મકાઇનો લોટ ભેળવતા'તા, ૩૨ કિલો જથ્થાનો નાશ

જૈન સ્વિટ નમકીન એન્ડ સ્નેક્સ, માં કૃપા, સદગુરુ બંગ્લોઝ પાસે, નાગરિક બેંક વાળી શેરી,૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે ફૂડ ચેકીંગ કરતા હાઈજિનીક કન્ડિશન તથા ફૂડ લાયસન્સ બાબતે નોટિસ ફટકારી રૂ.બે હજારનો દંડ વસૂલ કરેલ તેમજ મકાઇવાળો લોટ ભેળવેલ ફરાળી પેટીસ,મકાઇ સ્ટાર્ચ,બટેટાનો સ્ટાર્ચ વાળો માવો કુલ મળી ૩૨ કિલો જથ્થાનો નાશ કરી પેટીસના લોટનું સેમ્પલ લેવાયું હતું.


કૃષ્ણમ કાઠિયાવાડીમાં બધું જ વાસી મળ્યું

કૃષ્ણમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, ઓરબીટ રોડ, મુંજકા, ન્યૂ રીંગ રોડ પેઢીમાં ફૂડ ચેકીંગને અંતે હાઈજિનીક કન્ડિશન તથા ફૂડ લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં બધું જ વાસી મળ્યું હતું. વાસી સબ્જી, બાંધેલો લોટ તથા પ્રિપેડ ફુડનો જથ્થો વિગેરે કુલ મળી ૨૦ કિલો જથ્થાનો નાશ કરેલ તથા રૂ.૧૦૦૦નો દંડ વસૂલ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application