જન્મ–મરણની બેે વર્ષથી વધુ જૂની નોંધ માટે ફસ્ર્ટ કલાસ યુડિ. મેજિસ્ટ્રેટનો હત્પકમ જરૂરી
જન્મ–મરણની બેે વર્ષથી વધુ જૂની નોંધ માટે ફસ્ર્ટ કલાસ યુડિ. મેજિસ્ટ્રેટનો હત્પકમ જરૂરી
August 12, 2026 11:40 AM
જન્મ અને મરણની નોંધણીમાં લાંબા સમયથી વિલબં થતી પ્રક્રિયાને લઈને સરકારે મહત્વનો સુધારો કર્યેા છે. જન્મ અને મરણની નોંધણી અધિનિયમ, ૧૯૬૯માં સુધારો સંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ ૬ ઓગસ્ટના રોજ કાયદા સ્વપે પ્રસિદ્ધ થયો છે. જોકે, આ કાયદો કઈ તારીખથી અમલમાં આવશે તે અંગે કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં અલગથી તારીખ જાહેર કરશે. સુધારામાં ખાસ કરીને જન્મ અથવા મરણની મોડેથી થતી નોંધણી અંગેની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જન્મ કે મરણની ઘટના બાદ એક વર્ષથી વધુ પરંતુ બે વર્ષ સુધી વિલંબથી માહિતી આપવામાં આવે તો નોંધણી માત્ર જિલ્લ ા મેજિસ્ટ્રેટ, સબ–ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લ ા મેજિસ્ટ્રેટ દ્રારા અધિકૃત એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટના આદેશ બાદ જ થઈ શકશે. આવા કિસ્સામાં સંબંધિત અધિકારી દ્રારા જન્મ અથવા મરણની હકીકતની ચકાસણી કર્યા બાદ અને નિયત ફીની ચુકવણી થતાં નોંધણી કરવાનો આદેશ આપી શકાશે. બીજી તરફ, જન્મ કે મરણની ઘટના બાદ બે વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ નોંધણી માટે વધુ કડક પ્રક્રિયા રાખવામાં આવી છે. આવા કિસ્સામાં નોંધણી માત્ર જે વિસ્તારમાં જન્મ અથવા મરણ થયું હોય તે વિસ્તારના અધિકારક્ષેત્ર ધરાવતા પ્રથમ વર્ગના યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશથી જ થઈ શકશે. મેજિસ્ટ્રેટ દ્રારા જન્મ અથવા મરણની હકીકતની ચકાસણી કર્યા બાદ અને નિયત ફીની ચુકવણી થતાં નોંધણી થઈ શકશે. આ સુધારા દ્રારા લાંબા સમય બાદ થતી જન્મ–મરણની નોંધણીમાં સત્તાવાર ચકાસણીની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ્ર બનાવવામાં આવી છે. કાયદો અમલમાં આવ્યા બાદ સંબંધિત સત્તાધિકારીઓની જવાબદારી અને વિલંબિત નોંધણીની પ્રક્રિયામાં આ જોગવાઈઓ મહત્વપૂર્ણ બનશે