BREAKING NEWS

રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર જન્માષ્ટમીએ મનપા દ્વારા મુંબઈની દહીંહાંડી જેવી મટકીફોડ સ્પર્ધા, લાખેણા ઈનામ જાહેર, જાણો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું

  • August 26, 2026 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં યોજાતી દહીં હાંડી જેવી ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું ચૌધરી હાઇસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મટકી ફોડ મંડળીઓ જોડાય અને રાજકોટની ઉત્સવપ્રિય પરંપરાને વધુ જીવંત બનાવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની વિવિધ મંડળીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે. આ ભવ્ય મટકી ફોડ સ્પર્ધા તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૬, શુક્રવારના રોજ રાત્રે ૮થી ૧૧ કલાક દરમિયાન ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમ દરમિયાન પરંપરા, ભક્તિ, સંગીત, સાહસ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને ભવ્ય અને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય મટકી ફોડ મહોત્સવમાં સર્વે રાજકોટવાસીને ઉમટી પડવા માટે મેયર ડૉ.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


મટકી ફોડ કાર્યક્રમના મુખ્ય આકર્ષણો

-સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળી (ગોવિંદા મંડળી)

-ડી.જે.દ્વારા કૃષ્ણ ભક્તિના ગીતો

-ભવ્ય આકર્ષક લાઇટિંગ અને શોભાસજ્જા

-રોમાંચ, ઉત્સાહ અને ટીમવર્કનો સંગમ


વિજેતા મંડળીઓ માટે ઇનામો

૧. પ્રથમ ઇનામ રૂ.૧,૫૦,૦૦૦

૨. દ્વિતીય ઇનામ રૂ.૧,૨૧,૦૦૦

૩. તૃતીય ઇનામ રૂ. ૧,૦૧,૦૦૦

૪. સ્પર્ધામાં ભાગ લેનાર તેમજ વિજેતાઓને પુરસ્કાર સહિત શિલ્ડ આપી સન્માનિત કરાશે


મંડળીઓ માટે વિનામૂલ્યે રજીસ્ટ્રેશન

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે રાજકોટ મ્યુનિ. વેબસાઇટ www.rmc.gov.in ઉપર ફોર્મ સબમિટ કરવાનું રહેશે.ઓફલાઇન રજીસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકા, ડૉ. આંબેડકર ભવન, સાંસ્કૃતિક વિકાસ વિભાગ, રૂમ નં.૫, ત્રીજો માળ, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application