BREAKING NEWS

રાજકોટમાં 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ચાર વખત દુષ્કર્મ આચર્યું

  • August 26, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રથમ મિત્રતા બાદમાં ફોનમાં વાતચીત કરી હરવા ફરવાના સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરી ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાના વધતા બનાવો વચ્ચે વધુ એક બનાવ સામે આવ્યો છે.


થોરાળાવિસ્તારમાં રહેતી અને કેટરર્સમાં કામે જતી પંદર વર્ષની તરુણીને સાથે કામ કરતા ભોમેશ્વરના શખ્સે પરિચય કેળવી મોબાઈલ નંબર આપી વાતચીત શરૂ કરી હતી અને બાદમાં પ્રેમજાળમાં ફસાવી જુદા જુદા સ્થળે લઈ જઈ ચારેક વખત શારીરિક સબંધ બાંધ્યા હતા. જે બાદ આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી પણ આપી હતી, અંતે ગભરાયેલી તરુણીએ ઘરમાં વાત કરતાં વાલીઓ પણ સ્તબ્ધ બન્યા હતા અને અંતે તરુણીના વાલીની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદને આધારે આરોપી વિરૂધ્ધ દૂષ્કર્મ, ધાકધમકી, પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદની વિગત અનુસાર પાંચેક મહિના અગાઉ તરુણી કેટરર્સના કામે જતી હોઈ ત્યાં તેનો પરિચય સાથે કામ કરતાં ભોમેશ્વર વિસ્તારના શખ્સ સાથે થયો હતો. આ પરીચય બાદ એ શખ્સે તેણીને ફોન નંબર દીધા હતાં. બાદમાં તેણી સાથે વાતો ચાલુ કરી હતી અને તેને ફસાવી લીધી હતી. બાદમાં થોરાળા વિસ્તારમાંથી વાહનમાં બેસાડીને લઇ જઇ પોતે જ્યાં કામ કરતો હતો તે સહિતના સ્થળે ચારેક વખત દૂષ્કર્મ આચર્યું હતું.

બનાવ અંગે થોરાળા પોલીસે શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આરોપીની ઉંમર અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application